કાવ્ય:મૃતકોને શ્રદ્ધાંજલી
મોરબીમાં બનેલી દુર્ઘટના
કુદરતની આ લીલા તે કેવી,પાપીને મોજ ને નિર્દોષને સજા,તમારા ખજાનામાં ખોટ પડી હતી કે પછી પ્રભુ પ્રકોપ દ્વારા સબક આપવો હતો,આ સબક આપવાનો સમય હતો?તહેવારનો માહોલ હતો લોકો ખુશ હતા પણ આ સરપ્રાઈઝ તમારી ન ગમી અમને,નિર્દોષ લોકોના જીવનને આમ હણી લેવાની,એ...પરિવાર અને મોરબી શહેર જે પરિસ્થિતિમાં પસાર થતું હશે એ જોઈ દિલમાં એકા એક કંપારી છૂટે,આવી બેહુદા મજાક ન કરશો પ્રભુ,અમે રહ્યા સામાન્ય જીવ,
એકાએક ઝુલતો પુલ શુ તુટ્યો ને,નિર્દોષ લોકોને મચ્છુ નદીએ પોતાની અંદર સમાવ્યા,જીવ ગુમાવ્યો નિર્દોષ પરિવારે સદસ્યો ખોયા,આવી અણધારી આફતે તો લોકોને વિચરતા કરી મુક્યા આવુ એકાએક કેવી રીતે બન્યું,હવે જળ દેવતા થોડા ધીરા પડો 91 જિંદગીની આહુતિ લીધી હવે થોડી ખમૈયા કરો,કોઈના પાપની સજા નિર્દોષ શું કામ ભોગવે?આ રીત ન ગમી એક હોનારતે મોરબી તો શું સૌ પ્રજાને વિચરતી કરી નાંખી,કાલે હતું લાભપાચમનુ પર્વ પણ આ લાભ ન પચ્યો પ્રભુ નિર્દોષ પ્રજા આમ મૃત્યુને શરણ ગઈ,પરિવારો સદસ્યો ખોયા,કોઈએ સંતાન તો કોઈએ ઘરના મોભી ખોયા,એ પરિવારને કુદરત હિંમત આપે આ આઘાત સહન કરવાની,મચ્છુદેવી હવે શાત થાવ હજી કેટલાને ગરકાવશો,નદી તો માતા કહેવાય માતા બાળકને પોષે,સંતાન કુ સંતાન થાય પણ માતા કુમાતા ન થાય દેવી મચ્છુ,માતા શબ્દને આમ ન લજવો,શાંત પડો બીજા નિર્દોષના જીવ ન લેશો દેવી,
તહેવારોની મહેફિલમાં આ એકાએક બની ગયું એનાથી આખુંય મોરબી શોકમગ્ન છે,મોરબીવાસીઓને પ્રભુ આ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપે,જે આમાં મૃત્યુ પામ્યા છે,એમના મૃત આત્માને પ્રભુ શાંતિ આપે,લાભપાંચમની આખીય રાત બચાવ કામગીરીમાં ગઈ જે લોકોના જીવ ગયા છે એ તો આપણે કંઈ જ નહીં કરી શકવાના આ એવી ખોટ પડી છે એ પરિવારને કે ક્યારેય ન પુરી શકાય,પરંતુ જે તેમાં ફસાયેલા છે લોકોના જીવ બચે તો આનંદ આવે,પરંતુ આ ઘટનાએ તો સૌ કોઈની ખુશીઓ છીનવી લીધી,પ્રભુ હવે શાંત થાવ,અમે રહ્યા તમારા બાળકો બાળકોની વધુ પરીક્ષા ન લો અમે તમારી પરીક્ષા આપવામાં ખુબ કાચા છીએ,મૃતકના પરિવારની હિંમત બનો,સપડાયેલા લોકોના મસીહા બનો એવી આપના પાવન ચરણોમાં અરજ.
શૈમી ઓઝા "લફ્ઝ"©
Comments
Post a Comment