કાવ્ય:પ્રેમનો એક રંગ ભગવો પણ
પ્રેમનો રંગ ભગવો પણ...
તનમન રાધા રાધા જાપ જપે,એ રાધા પ્રેમમાં હક જતાવો છો તો થોડો નવનીત ચોરીમાં પણ સાથ આપો વ્હાલી રાધિકે,
વૃષભાનુની કન્યા આપની ભાગીદારી તો નોંધાવો જય રાધા રાણી તમારા વગર કાન છે,અધુરા પ્રિયે,પણ પ્રિયે તમે જેમ દિલ ચોરો છો એમ મને માખણ ચોરવાનો જે આનંદ આવે છે,એ તો મજાનો છે,પ્રિયે તમે મને પ્રેમથી વશ કર્યો છે પરંતુ નવનીતે મને સ્વાદથી વશ કર્યો છે,તુ જ કહે ને કે હું શું કરું મને વ્રજ યાદ આવે ને આપણી એ જ ગોપ ટોળી દ્વારકાનો રાજપાઠ શું સંભાળ્યો મેં બધું પાછળ રહી ગયું પરંતુ યાદો તો હજી એમ ને એમ જ છે,વ્હાલી રાધિકા રાણીઓ 84,000 સાત પટરાણી ઓ છતાંય પ્રિયે તારા પ્રેમ વગર હું રહ્યો અધુરો જીવ...ચાલને આપણે ફરી એ પળને જીવી લઈએ,
"જગતપિતાને પણ પ્રેમથી વશ કરી શકાય છે..."
©શૈમી ઓઝા લફ્ઝ
Comments
Post a Comment