લેખ:સ્વૈચ્છિક રક્તદાન દિવસ...

સ્વૈચ્છિક રક્તદાન દિવસ...

         રક્તદાન જે દાનના પ્રકારમાંનો એક જ છે.આપણા શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના દાનનો ઉલ્લેખ છે...એમાં રક્તદાનને શ્રેષ્ઠદાન કહેવાય છે.એટલા માટે કે આ દાનથી કોઈનું જીવન બચાવી શકાય છે.

અન્નદાન, કન્યાદાન,ગૌ દાન,પૈસાનું દાન તમે ત્યારે કરી શકો કે જ્યારે તમે આર્થિક રીતે સક્ષમ હોવ ત્યારે ને ત્યારે જ કરી શકીએ છીએ.પરંતુ રક્તદાન માટેની આવશ્યક શરત તંદુરસ્ત શરીર અને રોગમુક્ત શરીર હોવુ આવશ્યક છે,તંદુરસ્ત શરીર,સોય ડિસ્પોજીત બોક્સમાં તોડીને વાપરવાનો આગ્રહ રાખવો, ટેટુ દોરવનારે આ કામ ટાળવું, એડ્સ પોઝિટિવ,કોઈ જાતીય રોગ થયેલો હોય,ડાયાબીટીસ, બ્લડ પ્રેશરના દર્દીઓને આ કામ ટાળવું. ધંધાદારીઓએ પણ ટાળવું આ પવિત્રકામ.આપણે કોઈનું જીવન બચાવવા કરી રહ્યા છીએ.

       રક્તદાન વિશેની ખોટી માન્યતાઓ અશક્તિ આવવી,થાક લાગવો,શરીર ઢીલું પડી જવું.

      શરીરનો ઘેરાવો વધવો.આ બધી જ ખોટી માન્યતાઓ છે.18 વર્ષથી ઉપરની ઉંમરની કોઈ પણ ઈચ્છુક આ દાન કરી શકે છે.માનસિક તૈયારી હોવી જરૂરી છે...મન મક્કમ હોય તો કોઈ તાકાત નથી રોકી શકતી.પરંતુ નકારાત્મક આવરણો જે છવાઈ ગયા હોય છે એને દૂર કરવાના હોય છે.

       રક્તદાન કરવાના ફાયદા છે,કે આપણા અમુલ્ય દાનથી કોઈનું જીવન બચે છે.આપણે કોઈને ઉપયોગમાં આવ્યા એ વાત આપણા આત્માને સંતૃપ્ત કરે છે.જીવ દરેકનો મહત્વનો છે અને જાડાપણું ધરાવતા લોકોને ભગવાને જાડુ શરીર એમનેમ નથી આપ્યું.બહુ પુણ્યબાદ મળે છે...આપણે કોઈને મદદ કરી શકીએ, મેં મારા જીવનમાં ત્રણવાર રક્તદાન કર્યું છે મને એ દિવસે ઊંઘ સરસ આવી કે મારા હાથે કંઈ પુણ્યનું કામ થયું. એનો રાજીપો ઘણો હતો મને.
અને આગળ પણ હું લોકોને મદદરૂપ થાતી રહું આમ એવી ઝંખના સાથે અસ્તુ...

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts