કાવ્ય:અસ્તિત્વ...


      *શબ્દ વાવેતર એક પરિવાર**  
   *ટીમ 🅰️ પદ્ય વિભાગ* 
       

*નામ :-*શૈમી ઓઝા*
*ઉપનામ:-*લફ્ઝ*
*શબ્દ- અસ્તિત્વ*
*પ્રકાર:-*સ્ત્રી વિષયક કાવ્ય
*શીર્ષક:-* અસ્તિત્વ*
*શબ્દસંખ્યા:-*242આસપાસ 
*તારીખ:-*10/10/22

*રચના..........*

એ સમય જરા શિક્ષક બનને મારે થોડું જ્ઞાન ગ્રહણ કરવું છે,સમય તારી કળામત છે કે પછી વિધાતા ની મસ્તી કંઈ સમજ નથી આવતું,બનાવનાર કુદરત એક હતી કે અનેક?
બનાવનાર કુદરત એક છે,ખાલી રચના અલગ છે,તો અસ્તિત્વ માટે લડત સ્ત્રીએ જ શું કામ આપવી પડે છે?

અસ્તિત્વ એ એવી વસ્તુ જે છે,જેના ઉપર લડત ચાલતી આવી છે ને ચાલતી રહે છે,ચાલતી રહે છે,

જેમ પુરુષ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે,તેમ સ્ત્રી ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે તો અસ્તિત્વ ટકાવી રાખવાની લડત એકપક્ષીય શું કામ?

અસ્તિત્વ શબ્દની તાકાત છે ગજબ પુરુષાર્થ કરી તો કોઈવાર સત્યાગ્રહ કરીને ધાર્યા લક્ષ્યાંકો સિધ્ધ કરાવે છે...

સીતારામ રાધે શ્યામ એમનેમ થોડું લખાય છે જીવનરૂપી યજ્ઞ માં પતિના પગલે પગલે ચાલી,સુખ દુઃખમાં ભાગ પડાવનાર નારીને છેવટે સ્ત્રી જાતીના અસ્તિત્વને વંદનીય બનાવવા અગ્નીપરીક્ષા, આપી તો રાધા ત્યાગ
ભક્તિભાવ,સમર્પણનુ પ્રતિક છે,પોતાની જાતને હોમવી નથી સહેલી,સ્ત્રીને સમજવા માટે અંત:ચક્ષુ ખોલવા પડે છે...

સ્ત્રી પુરુષ બેઉ કુદરતના અદભૂત સર્જન છે,છતાંય સ્ત્રીઓ કુદરતનું એવું સર્જન છે,જે પોતાના અસ્તિત્વ ટકાવવા હંમેશા સંઘર્ષ કરતી રહી છે...

માતાના ગર્ભમાં હોય ત્યારથી જ અસ્તિત્વ માટે ની લડત શરૂ થઈ જાય છે,
આ લડત આજીવન ચાલતી રહે છે.

અસ્તિત્વ બનાવવા કેટકેટલાય ચડાવ ઉતરાવ આવે પરંતુ રાહ તો કપરો જ રહે છે,પરંતુ આસુ છુપાઈ હસતા ફાવી ગયું છે,સ્ત્રીજન્મ પુણ્ય બાદ મળ્યો છે,એને મન ભરી માણી લેવા દો...

સમાજના અગ્રણીઓને 
મારી એક રજૂઆત હું સ્ત્રી જ છું,મને સ્ત્રી રહેવા દો,
મારુ અલગ અસ્તિત્વ છે,એને તમારી બેડીઓ રૂપી જંજીરથી બાંધશો નહીં,નથી હું કોઈની પત્ની નથી કોઈની દિકરી,મારું અસ્તિત્વ મારા પુરુષાર્થથી
બનવા દો હું સ્ત્રી છું મારું અસ્તિત્વ મને મજબૂત બનાવવા દો... 

*હું✍️શૈમી ઓઝા લફ્ઝ બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*

Comments

Popular Posts