કાવ્ય:નવમી નવરાત્રિ સ્પેશિયલ:કન્યાપુજન...

કન્યાપૂજન (કંચિકાપૂજન)

આજકાલ આજકાલ કરતાં એ શુભઘડી આવી રે...મન મુકી ગરબે ઘૂમી રહેલા,ને જોતજોતા નૂમનો દિ આવ્યો.
જય જય અંબે,જય ભવાની
એ ત્રિશૂળવાળી હજાર હાથવાળી માં આવ્યા રે...
માડી અંબે નવ સહિયર સંગ આવ્યા રે માડી દૂર્ગા મતવારી...
ભક્તોએ કંકુ ચોખલિયે પૂજી માને ફૂલડે વધાવ્યા રે...લાલ ચુંદડી ઓઢી માત ભવાની આવ્યા રે,
નવમા દિવસે આશીર્વાદ આપી ભક્તોના હાલચાલ પુછવા,
નવદુર્ગા આવ્યા મન મૂકી રમી  રહેલા,એજ નિર્દોષ મસ્તી
મંદ મંદ હાસ્ય સાથે માડી ચાચરચોક 
આવ્યા રે,ભૈરવજી માડીના અંગરક્ષક બની આવ્યા રે...
આ જોઈ અમે સૌ ભક્તોજનો હરખાયા...
ચહેરે એજ તેજ ને એજ લાલીમા છલકાઈ રહેલુ ને નવ દિવસ માં ની છબીમાં નિહાળી રહેલા.
નવ શક્તિઓ સંગ બટુક ભૈરવ આવ્યા રે...માડીના પૂજનની શોભા વધારવા નવગ્રહો અને ત્રિદેવો સંગ ઈન્દ્ર,વરુણ,યમ,ચંદ્ર,સુર્ય આવ્યા રે...
નાની કન્યાઓ નવદુર્ગાનુ સ્વરૂપ કહેવાય,
કન્યાપુજનનો શ્રેષ્ઠ અષ્ઠમી કે નૌમ દિ શુભ ગણાય રે...એ અનુકુળ પરિસ્થિતિ મુજબ હોય,નવ કન્યા સંગ બાળકની આરતી પૂજા કરી માંથે ચુંદડી ઓઢાડી આગતાસ્વાગતા કરાય...મારી અંબિકે મતવારી 
યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપી માં ના આશીર્વાદ લેવાનો અવસર એમ ન ચૂકાય ભવાની સાક્ષાત
ઉછળકુદ કરતી નાનકડી બાળાઓને બાળા નહીં પણ નવદુર્ગામાં માની પૂજા કરવી,તેમની નિર્દોષ કિકિયારી અને આશીર્વાદ મળે તો જીવનમાં દુઃખ,દરિદ્રતા,રોગ નાશ પામે છે,સંકટના વાદળો છવાયેલા હોય તે દૂર થાય છે,શત્રુબુધ્ધિથી રક્ષણ મળે છે, યશ,કિર્તિ,પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.
નવકન્યા સંગ એક બાળક પૂજાય ત્યાં હંમેશા સુખ શાંતિ મા ભવાની આપે છે...મનોકામનાઓ પૂરી કરતી માડી અંબારાણી કન્યાઓના મુસ્કાનમા પ્રકાશપુંજ આપનો છલી વળતો માં ભવાની
નાનીબાળા ને  શણગાર,ઉપહાર આપી સૌએ આશીર્વાદ લીધા રે માડી અંબા ભવાની મતવારા...

નમો નમો જય દુર્ગારાણી,
શિવના શક્તિ નવયોવના,હજાર હાથવાળી,પરમ કૃપાળી,
સંકટ હરતી માડી,દુઃખ હરી સુખ પ્રદાન કરતી મા આપના આશીર્વાદ સદાય મારા ઉપર રાખજો...અવગુણો ન જોતા માડી ભક્તિ જોજો મારી...
ભુલચુક માડી ક્ષમા કરી શરણે લેજો મને...


  ©શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts