કાવ્ય:મારી ઓળખ એક સ્વતંત્ર સ્ત્રીની જ છે...અને એ જ રહેશે

     મારી ઓળખ

હું એક અલગ વ્યક્તિત્વ છું,
મને ન કોઈની સાથે જોડશો,
હું સ્વયંસિધ્ધા છું,પુરુષોનું જેમ વજુદ હોય છે,એમ વજૂદ તો અમારો ય હોય છે,
અમે સ્વતંત્ર જીવ છીએ,અમને કોઈ સાથે સરખાવશો નહીં,મને બિબામા ઢાળશો નહીં હું સ્ત્રી જ છું મને સ્ત્રી જ રહેવા દો,કંઈપણ થાય એટલે દોષનો પોટલો અમારી ઉપર આતો ખોટું છે ને ભુલ તમેય કરો તમે કરો તો યુવાનીની નાદાની ને અમે કરીએ તો પાપ?
આ કુપ્રથા રુપી બેડી તોડી મને ઊંચી છલાંગ ભરવા દો મારે પુરુષ જેવા નથી બનવું ને મને રસ પણ નથી મારે સ્વયંસિધ્ધા બનવું છે,મને સ્ત્રી જ રહેવા દો આસુ તો સુકાઈ ગયા છે,દિલ પથ્થર બન્યું છે મને વધુ પથ્થર બનવા દો હું સ્ત્રી જ છું મને કોઈની ટોપી ન પહેરાવતા એકસ્ત્રી જ રહેવા દો...
સ્ત્રી અને પુરુષનું નિર્માણ કરનાર નથી મારે પુરુષ બનવું,હું સ્ત્રી જ છું,મને ઈમાનદાર માણસ બનવા દો,હું તો સશક્ત જ છું મને કમજોર પાડનાર પોતાના જ હોય છે...
આ ઝેર પચાવી પચાવીને પણ હસવા દો કેમકે હું સ્ત્રી છું,મારા ખીલતા વ્યક્તિત્વમાં બાધારૂપ બનશો નહીં...મારે નથી કોઈ જેવા બનવું મારે નથી કોઈના નામે ઓળખ બનાવવી મને શૈમી જ રહેવા દો મારે નથી ફલાણાની બાયડી ઢેકણાની છોકરી કહેવડાવુ,મારે અલગ ઓળખ બનાવવી છે મને શૈમી જ રહેવા દો,મારે શું કરવું એ બીજું શું કામ નક્કી કરી શકે મારુ ભાગ્ય મને જાતે જ લખવા દો હું સ્ત્રી છું મારે નથી દેવી બનવું મને સ્વયંસિધ્ધા થવા દો...હું શૈમી છું મને શૈમી ઓઝા "લફ્ઝ" રહેવા દો,હું કોઈના દ્વારા પહેરાયેલો યુનિફોર્મ શું કામ પહેરુ? મને મારા જ કુરુક્ષેત્રના મેદાનની યોધ્ધા થવા દો હું સ્ત્રી જ છું ભલે જાડી કાળી બુદ્ધિશાળી બુદ્ધિવગરની તમે મને જોઈ હોય કે પછી સમજી હોય મારુ વજૂદ જે છે એમ જ છે ને એમ જ રહેશે,મને મુક્ત મને જીવવા દો હું સ્ત્રી છું મને સ્ત્રી જ રહેવા દો...
જે પુરુષોને પુરુષ હોવાનું અભિમાન છે તેમ મને પણ
સ્ત્રી હોવાનો ગર્વ નથી પરંતુ અતિઅતિ અતિ ગર્વ છે...
મને દરેક જન્મે વિધાતા સ્ત્રી જ બનાવજો,મને સ્ત્રી હોવાનો ભારે ગર્વ છે...

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Post a Comment

Popular Posts