કાવ્ય:એક કથા સુણાવુ મજાની....

*શબ્દ વાવેતર એક પરિવાર**  
   *ટીમ 🅰️ પદ્ય વિભાગ* 
       

*નામ :- શૈમી ઓઝા *
*ઉપનામ:- 'લફ્ઝ'*
*શબ્દ- ચિત્ર પરથી રચના*
*પ્રકાર:- પદ્ય*
*શીર્ષક:- *એક કથા
*શબ્દસંખ્યા:- *239
*તારીખ:- ૫-૧૦-૨૦૨૨*

*રચના.....*

એક કથા સુણાવુ મજાની..

ન છંદ ન અલંકાર લાગણીઓ રજુ કરુ છું...

નવ નવ દિવસ દુર્ગા અને નવ સ્વરૂપને પૂજી ગરબાના તાલે ઝૂમ્યા અમે તો,નવલા નોરતાની રાતડીએ મન મુકી માં ના પારણાં કરી,અમે તો એ મુક્ત મને વિહર્યા...

વિહરતા વિહરતા એક વળાંક આવ્યો છે એ...દશેરા સુધી આવ્યા અમે,ફાફડા જલેબી સાથે સંભારની મજા માણી,હવન પૂજાપાઠનો એક અહેમ હિસ્સો બની,અમે હવનનો પ્રસાદ લઈ રાત્રે ગરબા ઘૂમી માને કારમા હૈયે વિદાય આપી,કહેવાય છે કે વિદાય ની તો ખાલી મુહૂર્ત મુજબ રીત નિભાવવાની હોય છે મા તો દિલમાં વસેલા છે,એ નવશક્તિ નવદુર્ગા માડી...

દશેરા એટલે બીજું કંઈ નહીં કે માતાને ભાવભીની વિદાય આપતી વસમી દસમી રાત...માતા આપણા સૌની વચ્ચે થી વિદાય લે છે...નવ દિવસની માયા લગાડી...

જે દરેક ભક્તજન માટે કારમી હોય છે...


આપણો ઈતિહાસ ગવાહ છે કે સત્ય ભલે પ્રમાણ માંગે છે,પરિસ્થિતિ દુષ્કર હોય છે,લડત તેની આકરી ભલે ને હોય પણ જીત હંમેશા સત્યની જ થાય છે...અન્યાય સામે સત્ય અને પ્રમાણિકતાની જીત..

મા કાત્યાયનીએ મહિષાસુર નામક દાનવ હણી મહિષાસુરમર્દીની તરીકે પૂજાયા,રામ અને રાવણ સાથે યુદ્ધમાં અસત્ય પરાજય થયું,આનાથી તો બીજા કેવા દાખલા હોઈ શકે...?



દશેરાની રાત્રે જો રાવણ કાઢો તો અહંકાર,વેર ઝેર પાપ,મનમોટાવ,દગા,પ્રપંચનો નિકાળજો,નશીલા પદાર્થ જે દેશને બરબાદી તરફ દોરી જાય છે,એનો નિકાળજો વ્હાલા રામરાજ્ય સ્થાઈ જશે...

હું શૈમી ઓઝા "લફ્ઝ" બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*

Comments

Popular Posts