વાર્તા:લાગણીઓને ફૂટી વાચા...
આજે સૌ ખુશ ખુશ હતા,દિકરો તરંગ કેનેડાથી આવ્યો હોવાથી ઘરમાં કોઈ ફંક્શન જેવું વાતાવરણ હતું.
વિભાબહેનના નયનમાં માતૃત્વ છલકાઈ રહ્યું હતું જે ખુશીના આંસુ સાથે બહાર વહી રહ્યું હતું.
વિભાબહેને પ્રેમપુર્વક પુછ્યું"બેટા તું આવી ગયો?સાવ બદલાઈ ગયો છે કેનેડામાં જઈને..."
તરંગ ચરણસ્પર્શ કરીને કહે,"હા...મમ્મી...હવે હું ચાર મહિના અહીં જ રહે."
વિભાબહેને તરંગને ભાવતી ડિશ બનાવી હતી વિભાબહેનને એક સપનું લાગી રહ્યું હતું,ન કોઈ કોલ ન કોઈ મેસેજ આમ દિકરાનું અચાનક આગમન થવું તે...પણ દિકરો સાત સમંદર પાર કરી આવ્યો છે...તો વિભાબહેન તેની સરભરા કરવામાં લાગી ગયા હતાં.
તરંગ મમ્મીને અગત્યની વાત જણાવતો ન હોય તેમ કહે,"મમ્મી મારે તમને એક અગત્યની વાત કહેવી છે."
વિભાબહેન ખુશીઓમાં ગદ્દ ગદ્દ થઈ કહે,કે મારો દિકરો આજે બહુ મોટો થઈ ગયો,સમય ક્યારે હાથમાં થી સરકી ગયો એની ખબર જ ન રહી."આટલું કહેતાંની સાથે આંખના ખૂણેથી આંસુની બૂંદ સાફ કરી.
તરંગ જિજ્ઞાસાવશ થઈ પુછે"કેમ મમ્મી આમ કહો છો?
વિભાબહેન વાતનું સ્પષ્ઠીકરણ કરતાં કહે" મમ્મી જોડે વાત કરવામાં દિકરાને મંજૂરી લેવી પડે,અરે...બેટા એક નહીં બે વાત કહે."
તરંગ મમ્મી સામે અચકાતા સહેજ ડરેલા અવાજે પોતાની વાત કરતાં કહે,"મમ્મી વાત એમ છે કે મને મારી ઓફિસમાં કામ કરતી માર્ટિન સાથે પ્રેમ થઈ ગયો છે.હું અને એ બે વર્ષથી લિવ ઈનમાં રહીએ છીએ મમ્મી તમે લગ્ન માટે મંજૂરી આપો તો સારું.
વિભાબહેનને ધક્કો તો લાગ્યો સહેજ તેમને પોતાના દિકરા માટે ઈન્ડિયન છોકરી ઈચ્છી હતી પરંતુ હ્રદયની ઈચ્છા ઓને દબાવી દિકરાને સાંભળે છે.
તરંગ મમ્મીને સહેજ ઢંઢોળતા કહે છે,"અરે...મમ્મી ક્યાં ખોવાઈ ગયાં હું તમને કંઈક પુછી રહ્યો છું, હા...કે...ના...નો કંઈ જવાબ તો આપો.
વિભાબહેને દિકરાના માન ખાતર કહ્યું"માર્ટિન શું કરે છે ક્યાં રહે છે..."દિકરાની વાતમાં રસ લીધો.
તરંગ ખુશ થઈ કહે,મમ્મી માર્ટીન તેના મમ્મી પપ્પા સાથે અહીં આવી છે.મારી પાસે ઈન્ડિયન સંસ્કૃતિ વિશે જાણી તેઓ પણ અહીં આવ્યાં છે.
વિભાબહેને ઉત્સુકતાપુર્વક કહ્યું,આપણાં રાજકોટમાં છે?
તરંગે વધુ ઉત્સાહથી કહ્યું હા મમ્મી અહીં તેમને હોટલ રાખી છે.તમે કહેતા હોવ તો તેમને અહીં બોલાવીએ તમે બેઉ વડીલો વાત કરી લો...
વિભાબહેને કહ્યું હા....બેટા તું આરામ કર તું ખુશ તો અમે પણ ખુશ...
તરંગ માટે તો આ એક સુ:ખદ સપનું હતું,મમ્મીની મંજૂરી આમ સરળતાથી મળી જશે એમ તેને ધાર્યું નોહતુ
બીજા દિવસે માર્ટીન તેના મમ્મી પપ્પા સાથે આવી.
ભૂરી અને સુંદર લાગતી માર્ટીન મરૂન પંજાબી પહેરીને એક સાઈડ દુપટ્ટો રાખીને આવી હતી,
ભૂરાવાળ,ગળામાં હળવો નેકલેસ, કામમાં ઝુમખા સાથે ઈન્ડિયન નારી જ લાગી રહી હતી.માર્ટીનના મમ્મી પપ્પા પણ તરંગના મમ્મી પપ્પાને નમસ્કાર કહી રહ્યા હતા.
(ઈશારાથી તરંગ માર્ટીનને મમ્મીના ચરણસ્પર્શ કરવાનું શીખવે છે)
માર્ટીને વિભાબહેનના ચરણસ્પર્શ કર્યા.
વિભાબહેને પ્રેમપુર્વક અખંડ સૌભાગ્યવતી ભવ:ની હંમેશા ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા.
તે ફોરેનર્સ ઢબમાં નમસ્તે... કહી રહી હતી.
વિભાબહેન શું કહી રહ્યા હતા તેનો મતલબ તે પુછી રહી હતી.
તરંગ તેને કેનેડિયન ઈંગલિશમાં સમજાવી રહ્યો હતો.
માર્ટીનને ખુબ રસ પડ્યો ગુજરાતી ભાષા જાણવાનો સમજવાનો તેને ખુબ રસ પડ્યો.તે ધીરે ધીરે શીખી રહી હતી.ભારતીય રીત રિવાજો શીખી રહી હતી.
વિભાબહેનના દિલમાં માર્ટીન માટે જે નકારાત્મક ભાવ હતો તે દૂર થઈ દિલમાં લાગણીઓની વાચા ફૂટી,માર્ટીન અને તેના મમ્મી પપ્પા આટલી સરસ આગતાસ્વાગતા જોઈ ખુશ થઈ ગયા.માર્ટિનને પણ ભારતીય સંસ્કૃતિ રીત રિવાજ,રહેવાની ઢબ ખાણીપીણી,પહેરવેશ ખુબ ગમ્યો.
તેઓએ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા.માર્ટીનના મમ્મી પપ્પાએ ભારતીય રીતરિવાજ મુજબ કન્યાદાન કર્યું.આ જોઈ સૌ કોઈની ખુશીઓ નું ઠેકાણું ન રહ્યું.
તેઓએ પ્રેમથી તેને આલિંગન આપી પોતાના ઘરની વહુ બનાવી ઘરમાં વાતાવરણ ખુશીનુમા થઈ ગયું.
શૈમી ઓઝા "લફ્ઝ"
*આથી હું શૈમી ઓઝા "લફ્ઝ" બાંહેધરી આપું છું કે ઉપરોક્ત રચના મારી સ્વરચિત કૃતિ છે અને તે અપ્રકાશિત છે*
Comments
Post a Comment