લેખ:પ્રેમનું ઝરણું



પ્રેમનું ઝરણું

શબ્દ વાવેતર એક પરિવાર
ટીમ🅰️ ગદ્ય વિભાગ
નામ:શૈમી ઓઝા
ઉપનામ:-લફ્ઝ
શબ્દ:- પ્રેમનું❤️ઝરણું
શીર્ષક:- નિર્મળ ઝરણું...
શબ્દ સંખ્યા:-160
તારીખ:- ૧૦/૧૧/૨૦૨૨

રચના...........

       પ્રેમનું ઝરણું નિર્મળ હોય છે,જેને તોડવા માટે પ્રેમરુપી આ પ્રવાહનો જાદુ   પણ મજાનો હોય છે,જેની ઉપર જાદુઈ છડી શું ફરે ને દુશ્મન પણ પોતાનો વ્હાલમ બની જાય.આ પ્રેમરૂપી ઝરણાંની કમાલ એવી છે.

        પ્રેમ પ્રેમ પરસ્પર ટકરાય છે,ને હૈયું ઓતપ્રોત થાય છે.નફરતના અંગારાથી બળતા હૈયાને મીઠી ટાઢક આપવાનું કામ કરતો જે સ્ત્રોત છે,તે છે પ્રેમના ઝરણાંનો ધસમસતો પ્રવાહ.

આ ધસમસતા પ્રવાહમાં ભિંજાવવા પ્રભુ પણ માનવ અવતાર ધરી આવેલાને મોહમાયાના બંધને એવા તે બંધાઈ ગયા કે ન પુછો વાત..તેઓ નટખટ કૃષ્ણથી રાધેકૃષ્ણ બની ગયા,

       પત્નીના વિયોગે શું ઝુર્યા રાજધર્મ ને મહત્વ આપી અંગત સુખનો ત્યાગ કરી મર્યાદાપુરુષોત્તમ રામનો અવતાર શું ધર્યો ને પ્રભુ શ્રી હરી સીતારામ કહેવાયા.

પ્રેમરૂપી ઝરણામાં જે ડૂબે છે તે ન્યાલ થઈ જાય છે.એને ન કોઈ સંજીવની જોઈએ,બસ પ્રેમરૂપી ઝરણું એને "દિલ માંગે થોડા મોર"આવા દો ગમે તેટલું મળે તોય હૈયું આ ઝરણામાંથી બહાર નિકળવાનુું નામ ન લે.દિલમાં રહેલી તૃષ્ણા વધુ ને વધુ ખીલે છે.આ પવિત્ર ઝરણું પણ એકપણ નફરત દુર કરી હૈયામાં પ્રેમ ખીલવતો પવિત્ર પ્રવાહ છે.



હું શૈમી ઓઝા "લફ્ઝ"આ રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત મૌલિક રચના  છે એની બાંહેધરી આપું છું.


Comments

Popular Posts