બાળગીત:રમકડાં ને જીવ ફૂટ્યો....

       બાળગીત...

ઢમ ઢમ ઢમ ઢમ ઢોલ વાગ્યો, રમકડાં નાચવા આવ્યા...

પહેલે તાલે દેડકો આવ્યો,
ઢોલક વાગે ને ડ્રાઉ ડ્રાઉ કરતાં કૂદકો મારે...

બીજા તાલે સાપભાઈ આવે,ઢોલના તાલે ફૂફાડો મારે સૌ બાળકો ડરના માર્યા કોઠીમાં સંતાઈ જાય રે...

ત્રીજા તાલે વાંદરાંભાઈ આવે,હૂપાહુપ હુપાહુપ કંઈ કરે,ને બાળકો સૌ રાજી થાય...

ચોથા તાલે બિલ્લીબેન આવે ઉંદરભાઈ જોડે પકડમદાવ કંઈ રમે સૌ કોઈ જોઈ બી જાય...

પાંચમા તાલે કુતરાભાઈ આવે ભાઉ ભાઉ ભાઉ કંઈ કરે ને હૈયું હરખાઈ જાય....

ઢમ ઢમ ઢમ ઢમ ઢોલ વાગ્યો, રમકડાં નાચવા આવ્યા...

શૈમી ઓઝા "લફ્ઝ"©


Comments