કરુણાંતિકા:સરપ્રાઈઝ

"સરપ્રાઈઝ"


(મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટતા મળેલી એક યાદગાર સરપ્રાઈઝ...)કરુણ વાર્તા...

એક સરપ્રાઈઝ જે દુનિયા બદલી નાંખે છે.આ વાત ટંકારા ગામના નવયુગલ નિકિતા અને રાહુલની વાત છે.

       નવા નવા લગ્ન થયા હોય છે.સપનાંઓ અને વાયદાઓ છૂટતાં નથી.

એ નિકિતા હું ધંધાના કામ માટે બહાર જાવ છું,તું જરા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે...

નિકિતાને મનમાં એમ પણ થયું કે "હું પ્રશ્ન કરું પરંતુ પતિ ધંધાના કામે જાય છે તો ટોકવા યોગ્ય નહીં રહે..."એટલે નિકિતા તો કપડાં ધોવા બેસી ગઈ.

પરંતુ શાંતાબહેનથી કહ્યા વગર તો ન રહેવાયું,
"એ...રાહુલ...બેટા લાભપાંચમનો તહેવાર છે...તો મોરબી ન જાય તો નહીં ચાલે!"

રાહુલ:"અરે...મમ્મી હું ધંધાના કામ માટે મોરબી જાવ છું તો મમ્મી તારે મને આશીર્વાદ આપવા જોઈએ ન કે ટોકાટોક કરવી જોઈએ."રાહુલ મોરબી જવા નિકળી ગયો..."
બપોરનો સમય હતો.નિકિતા ઘરમાં રસોઈ બનાવી રહી હતી.

રાહુલ: મમ્મી હું જાવ છું,અરે હા મને યાદ કાલે આપણે દવા લેવા જાશું,અને હા નિકિતા તારા માટે શું લાવુ કહે,...

નિકિતા:અરે...તમે મોરબી જાવ છો તો હેમખેમ પાછા આવો એ મારા માટે મોટી ભેટ હશે...

રાહુલ:અરે ગાંડી...તુ તો એવી રીતે કહે,જાણે મોરબી મને ગરકાવ ન કરી જવાનું હોય!અરે...નિકિતા હું આવીશ એટલે તારા માટે કંઈક લેતો આવીશ..

નિકિતા:એવું તે શું લાવશો....મારા માટે...?

રાહુલ:અરે...પગલી થોડી ધિરજ રાખ હું તને કહીશ તો "સરપ્રાઈઝ"શું રહેશે?મને કહે તો,

નિકિતા:ન જોયા હોય તો મોટા "સરપ્રાઈઝ"વાળા બાળપણ છોડો ને હા જરા સાચવી જાજો...પાછા...પહોંચી જાવ એટલે ફોન કરજો...

સારી ગણો કે ચેતવણી ગણો આ છેલ્લી વાત.

રાહુલ કોઈ ધંધાના કામ મોરબી જાય છે...
      
      પણ કોણ જાણે કેમ કે મન ઘરમાં સૌનું ગભરાતુ હતું...શાંતાબહેન પણ ભગવાનને વિનવ્યા કરે તો જીવરાજભાઈને તો હ્રદયની બિમારી હતી એટલે એમને તો કંઈ મનની ચિંતા ઘરમાં કહેતું પણ નહીં...

     રાહુલ મોરબી શું ગયો... 
એનો ક્લાઈન ઝુલતાપુલની પેલેપાર રહેતો હતો અને રાહુલનો તો રસ્તો તો આ ઝુલતા પુલથી જ પસાર થતો હતો.પરંતુ ઝુલતો પુલ મસ્તીએ શું ચડ્યો કે 400 લોકોને મચ્છુમાં ફંગોળી દીધા.એમાં એક નામ હતું રાહુલનુ.

"નિકિતા અને શાંતાબહેનને તો વિશ્વાસ ન થયો પરંતુ ચિથરા ઉડી ગયેલી લાશ જેને ઓળખવી સૌ કોઈના ગજા બહારની હતી.પરંતુ નિકિતા હતી હોશિયાર અને સમજુ મહિલા હતી,એટલે એમ કોઈ અફવાજનક સમાચારને હકીકત માને તેમ નો'હતી,નિકિતાએ હેન્ડસમ રાહુલના ફોટાને આ દયાજનક ફોટા સાથે સરખાયો તેના અવાજમાં ડૂમો ભરાઈ ગયો,મનભરીને રડવુ તો હતું પરંતુ અવાજ અને આંસુ બે સુકાઈ ગયા હતા.

શાંતાબહેન: બટા નિકિતા હું થયું દિકરા...?

નિકિતા વાત બદલતાં કહે,"કંઈ નહીં મમ્મી પપ્પાને દવા આપવા જાવ છું..."

શાંતાબહેન પ્રેમથી કહે"મમ્મી મમ્મી કહે ને મમ્મીથી જ બધી વાત છુપાવે છે...દિકરા?

નિકિતા ફરિયાદ કરતી ન હોય તેમ શાંતાબહેનને કહી રહી હતી"મમ્મી તમારો દિકરો બહુ જબરો..."

શાંતાબહેન જિજ્ઞાસાવશ પુછી બેસે છે,"એ...બટા હુ કર્યું મારા છોકરાએ મન કે તો એ આવે એટલે વાત...તુ તમતમારે મન નેનુ ન કર..."

નિકિતા મનમાં બોલી રહી "તમારા દિકરાએ તો મને સારો ચકમો(સરપ્રાઈઝ) આપ્યો હોં...

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts