લેખ:અવસર કન્યા વિદાય નો

"કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો"
-કવિ દાદ..

આ પંક્તિ જ હૈયાને કરુણતાની સફર કરાવે છે.દર્દ અને વેદના,પિતા અને પુત્રીના સબંધોનો આમ અકાળે આવતો વિયોગ જ પથ્થર સમા હૈયાને રડાવે છે.

એક નાનકડી ઢીંગલી જોતજોતા યુવાન થાય છે,
દીકરીની યુવાની કોઈ વાર માતા પિતાની ચિંતા તો કોઈવાર દુશ્મની બની જાય છે,જે દિવસની રાહ જોઈ હોય છે,એ દિવસ નજીક આવે છે,દીકરીનો હાથ દીકરીના હમસફર ના હાથમાં આપવા ઉત્સુક પિતા પોતાની જાતને લાચાર હોવાનું સુચવી આ આ સમાજની રીત બતાવે છે,દિકરીને કોઈ ઘર જ નથી હોતું,આ વાત હકીકત છે,લગ્નની એક એક વિધિ બહુ યાદગારની સાથે ધાર્મિક તથ્યોના તાણાવાણા  
થી ગુંથાયેલા હોય છે.પણ કન્યા વિદાયનો કરુણ પ્રસંગ આનંદી માહોલને કરુણ કરી દે છે.એ જ ડૂસકાં ને એજ હિબકાયેલી એડકીઓમા દિલની લાગણીઓ ને કંઈ છૂટી જવાનો વસવસો છે આંસુઓ સ્વરૂપે છલકાઈ રહે છે,આ કારમી કન્યા વિદાય પિયરમાં પણ મહેમાન જેવી અનુભૂતિ કરાવે છે.કંકુ થાપા રુપે જે ઘરમાં સચવાઈ રહે છે,એ હોય છે દિકરી આ ઘરમાં હતી એનો મધુરો અહેસાસ જ રહી જાય છે યાદો બની.

       એક પિતા પોતાના હ્રદયનો ટૂકડો અન્યના હાથે સોંપે છે,ત્યારે એ આશા સાથે કે એની દીકરીની પડછાઈ બની રહે તો દીકરીનું પણ કંઈક આવું જ છે.જીવનસાથીમાં પિતાની ઝલક જુએ છે.એ પતિપત્નીના સબંધો કેવા છે એ વાત પર પણ નિર્ભર કરે છે... 

*હું✍️શૈમી ઓઝા લફ્ઝ બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.*
*સ્પર્ધા સમાપ્તી  તારીખ:-૨૬/૧૧/૨૨*

Comments

  1. 👌👏👏👌 સ્ત્રી જેમ બાળક ને જન્મ આપતી વખતે પોતાના જ શરીર નો એક ભાગ અલગ કરવાની પીડા અનુભવે છે એવી જ રીતે કન્યા વિદાય સમય એ એક પિતા પોતાના અસ્તિત્વ નો એક અહમ ભાગ પોતાના થી અલગ કરી રહ્યા હોય એવો વિયોગ અનુભવે છે.

    ReplyDelete

Post a Comment

Popular Posts