કાવ્ય:નજરની નજાકત...

     નજરની નજાકત...

નજરથી નજર શું મળી આ દિલ શાનભાન ભુલી બેઠું લગન આપની એવી તે લાગી કે આપની ચાહતમાં સઘળું હારી બેઠા,બસ આ એક નજરનો તો કમાલ છે,આ કમાલે કરી દીધા બેચેન ન કંઈ સુઝે ન કંઈ ગમે યાદોના સંમદરમાં ઉતરતા જ રહીએ મન પણ ન ભરાય.આ જામ પીતા જ જાઈએ,તરસ્યા ને તરસ્યા જ રહેવાય આહ... દિલ ધડકનને શ્વાસ પણ મારા નથી રહ્યા,આ ધબકારના રાજા આપ બની ગયા,તમે આ દિલના રાજા બની ગયા છો પરંતુ જરા સંભાળી ને વારંવાર ખતા ખાવાની આદત તો અમને પણ નથી.

©શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts