ડરામણી વાર્તા: "એક રાત ડરામણી હોસ્ટેલમાં વિતાવેલી એક રાત"

             "એક રાત ડરામણી હોસ્ટેલમાં વિતાવેલી એક રાત"

       



આપણે એવી જ ડરામણી હોસ્ટેલની સફર કરીએ....

       કાંદિવલી મીઠીબાઈ કોલેજની યુવતીઓ પોતાના પ્રોજેક્ટ માટે રાજસ્થાન આવી હતી,તેમની સાથે કેટલીક મહિલા પ્રોફેસર પણ હતાં.

        યુવતીઓનું આ ગ્રુપ બહુ ઉત્સાહિત હતું,ધિરજનો પણ હવે અંત આવી રહેલો..."મેડમ હજી કેટલી વાર છે?અમને તો ઐતિહાસિક સ્થળો જોવા ગમે છે....

ઝંખના મેડમ:હા બેટા હવે બસ થોડી જ વાર છે...આવી જ રહ્યું છે ઉત્સાહને થોડો દિલમાં દબાવી રાખો ઉત્સાહને યોગ્ય જગ્યાએ વ્યક્ત કરો તો સારું...

યુવતીઓનું ઉત્સાહી ગ્રુપ:હા...મેમ પણ....હવે પોતાની જાતને રોકી રાખવી એ હવે અમારા ગજા બહારની પરિસ્થિતિ છે.વાતોવાતોમાં આ સ્થળ પણ આવી ગયું

ઝંખનામેડમ અને અપૂર્વામેડમ:લ્યો આ આવી ગયું...હવે ખુશ ને...??

"મસ્ત ફરો આનંદ કરજો..."

પણ હા કોઈ એકબીજાથી અલગ ન પડે એનું ધ્યાન રાખજો...આપેલી સુચના જ વર્તજો મહેરબાની કરીને...

વાણી નામની યુવતી ભારે રઘવાઈ,મેડમની આપેલી સૂચના તેને બંધન જેવી પ્રતિત થઈ રહી હતી.

સુચના આપતાં ઝંખના મેડમ કહી રહ્યા હતા,"ઝંખના મેડમના આયોજન મૂજબ તેમને કોલેજે જે હોસ્ટેલ આપી હતી ત્યાં જ રોકાવાનું હતું.

     હોસ્ટેલમાં સામાન મુકવા આવેલા.સૌ સામાન રુમમાં  રાખી,ફ્રેશ થયા પછી સૌ પોતપોતાના રૂમમાં આરામ કરવા ગયા.એકાએક કોઈનો રડવાનો અવાજ સંભળાયો તો કોઈનો એકાએક હસવાનો સૌને મુસાફરીનો થાક હોવાથી ઊંઘમાં હતા એટલે કોઈનું પણ ધ્યાન ન ગયું.

            સવારનો ચા નાસ્તો પતાવી.ઐતિહાસિક સ્થળની મુલાકાતે ગયાં

ઝંખનામેડમ:સૌ કોઈ એક એક જગ્યાના પિક લેજો અને ફોનમાં ફોલ્ડર તૈયાર કરજો...ધ્યાન રહે કે સુચનાનો પુરેપુરો અમલ થાય એવી આશા રાખું છું.

અને હા બીજી એકવાત સૌ ગર્લ્સ સાથે રહે કોઈને અલગ ન પાડે કોલેજની વાત આપણે કોલેજમાં ફોડી લેશું.પણ અહીં યુનિટીમાં રહેજો મહેરબાની કરીને...

યુવતીઓનું ગ્રુપ:હમ્મમમમ...

ઝંખના મેડમ સહિત અન્ય મહિલા પ્રોફેસર:તૈયાર ને ગર્લ્સ ?

યુવતીઓનું ગ્રુપ:હા મેડમ...

ઝંખના મેડમ:હાઉ ઈઝ ધ જોશ...

યુવતીઓનુ ગ્રુપ:યશ...મેમ

ઝંખનામેડમ:સૌ ગર્લ તૈયાર ને...?

યુવતીઓનુ ગ્રુપ અતિઉત્સાહથી કહે,"યશ મેડમ...

          સૌ યુવતીઓ ફરી રહી હતી,ફોટો ક્લિક કરવામાં પડ્યા હતા,ઉત્સાહથી ખિલખિલાટ કરી રહ્યા હતા.સાથે જમવા બેસવાના હતા,પણ વાણીની ન દેખાઈ...તો સૌ એને બોલાવવા   આમ તેમ દોડી રહ્યા હતા.તે ન મળી એટલે સૌને ધ્રાસકો પડ્યો.

યુવતીઓનુ ગ્રુપ:"એ...વાણી ક્યાં છો...ક્યાં ખોવાઈ ગઈ,કેટલી વાર જલ્દી આવ ને..."

ઝંખનામેડમ સહિત સૌ મહિલા પ્રોફેસરનો જીવ તાળવે ચોટી ગયો.
          એકાએક ધબાકો થયો આ"ધડાક..."અવાજે તો સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું.જોયું તો વાણીની લાશ પડી હતી.

      વાણીની સાથે આવું કેમ બન્યું એની ઊંડાણપુર્વકની માહિતી કોલેજનું નામ ખરાબ ન થાય એ માટે આ ચેપ્ટરને ક્લોઝ કરવામાં આવ્યું હતું.

           વાણીના મમ્મી પપ્પાને શું જવાબ આપી સમજાવટ કરીશું તેની યોજના ચાલી રહી હતી.

            જે ઉત્સાહ હતો એ યુવતીઓને એ તો મરી ગયો,હવે અહીં કેટલા દિવસ રોકાવવાનુ એની ચિંતા થઈ રહી હતી.
     
        રાત્રે આવી રહેલા ડરામણા અવાજે સૌને વિચરતા કરી મુક્યા,પણ મનનો વહેમ સમજી સૌએ આ નજર અંદાજ કર્યું.

         સવારે સૌ નાહી ધોઈ નાસ્તો કરી રહ્યા હતા,પરંતુ કાલના બનાવે દરેકનો જીવ તાળવે કર્યો હતો.કોઇને પણ હોશ રહ્યું નહીં.ન તો કોઈને હરખ મનમાં ડર લાગી રહ્યો હતો,કે હવે કોણ ઝપટમાં આવશે...

          બીજા દિવસે ઐતિહાસિક મહેલની મુલાકાતે જાવાનું હોવાથી.સૌ આંખો મીંચી સુઈ રહ્યા હતા.

            ત્યાં ઉપાસના નામની યુવતી વોશરુમમાં ગઈ હતી ત્યાં એકાએક ચીસો,રાડો,અને સંભળાય છે તો થોડીકવારમાં તેને રડવાનો અવાજ આવી રહ્યો હતો તો ઘડીકભેર હસવાનો અવાજ આવી રહ્યો હતો,પણ આ વખતે રડવાના અવાજમાં દર્દ અને વેદના છુપાયેલ હતી.ઉપાસના ડરથી ધ્રુજતા સુઈ ગઈ,આ ડરે તાવનુ સ્વરૂપ લીધું.

          પોતાની ક્લામેટની આ હાલત જોઈને કોઈને પણ ઉત્સાહ નો'હતો.

         આ તો આવ્યા છીએ વાળી વાત હતી.

          અમુક છોકરીઓ મેડમ સાથે ગઈ તો અમુક બિમાર ઉપાસના પાસે હતી.

          ઉપાસનાએ મિટ માંડી રાતની વાત કરી એની સાથે રહેલી બે યુવતીઓને તો સૌએ આ વાતને ગંભીરતાથી ન લીધી.

    બે યુવતીઓ:"ઉપાસના તુ બિમાર છે અત્યારે રેસ્ટ કર...બહુ ન વિચાર..."

     ઉપાસના:આ માટે તમે અનુભવ લઈને જ દમ લેશો કે શું?

બે યુવતીઓ:પુરાવા સાથે હોય તો કોઈ માનસે એમ કોઈ વિશ્વાસ નહીં કરે તુ કહીશ તો પણ આ વાતનો...

ઉપાસના:તમને કેવી રીતે હુ વાણી આવી હતી...

બેયુવતીઓ:તું...પાગલ...છો...?

ઉપાસના:ના તમે મારી વાતનો વિશ્વાસ કરો એ કંઈક કહી રહી હતી.

બે યુવતીઓ:અરે....વાણીની લાશ તો આપણાં સામે જોઈ હતી...તો આવુ તે હોઈ શકે?કંઈ અરે...ઉપાસના તું બિમાર છે એટલે તું આવી પાગલ જેવી વાતો કરો છો.

ઉપાસના:એ વાણી ઉપેરા મેડમની બેગ તરફ ઈશારો કરી રહી હતી એ મારી પાસે મદદ માંગી રહી હતી.

બે યુવતીઓ (કંટાળા સાથે):અરે....તું સુઈ જા ને....યાર....મેડમ પણ આપણને ક્યાં ફસાઈ ગયાં છે...

પણ બે યુવતીને યાદ આવ્યું કે ઉપાસના આટલું કહી રહી છે તો જોવામાં શું જાય છે...

મેડમની બેગ પાસે ચીઠ્ઠી હતી જે લોહીથી લખાયેલી હતી. તેમાં લખ્યું હતું,મને પણ કોઈના રડવાની અવાજ આવેલી ચિસો પાડતુ હોય તેવો ભાસ થયો,મેં મેડમને વાત કરી તો મેડમે મને હુ તમને ન કહું એની ચેતવણી આપી હતી,હું તમને કહી જ ન શકી,કેમકે બીજા મેડમ સાથે મારે આ બાબતે વિવાદ થઈ ગયો...પછી..તો તમે જુઓ જ છો કે મારો અવાજ તમારા સુધી ન પહોંચે તે માટે મને ધક્કો મારી યમધામ પહોંચાડી.હું તમારી સમક્ષ હકીકત ન લાવુ એ માટે આ હાલ મારા થયા છે..."

           વાણીના ખુનીની વાત કોલેજ પર આવે અને કોલેજનું નામ ખરાબ થાય. એ એક ભૂંસાઈ ગયેલી પહેલી બની ગયા,અને....અમાસની રાત્રી શાંત વાતાવરણમાં કોઈની અદ્રશ્ય સ્વરૂપમાં ચિસાચિસ કરવું રોકકડ કરી મોકાણ માંડવી અને ડરામણા અવાજોનુ આ સુધી તો કોઈનું ગજુ જ નથી....

          સૌ ઉત્સાહે ગયા હતા અને રડતા રડતાં નિરાશા સાથે પોતાની જાતને જીવતી લાવ્યા એની હાશ સૌને થતી હતી...

શૈમી ઓઝા "લફ્ઝ"

(આપણે આવી જ ડરામણી કહાનીઓ સાથે મળતા રહીશું...)

આપને આ વાર્તા કેવી લાગી જરૂરથી જણાવજો...


Comments

Popular Posts