મહેદીની ભાત...
શૈમી ઓઝા લફ્ઝ
*પ્રકાર :-* અછાંદસ કાવ્ય
*શીર્ષક :-*મહેંદીની ભાત
*શબ્દ સંખ્યા:-*100
મહેંદી લગાવી મેં તો હોશે હોશે,ભાત મજાની મુકી,પરંતુ ડિઝાઈન ઝાઝીને હથેળી નાની થઈ,પણ શું કરુ હૈયું એમ થોડી માને,દિલની વાતને પથ્થર ની લકીર બનાવી ભરચક ડિઝાઈન તો ભરી પણ અખંડ સૌભાગ્યવતી ભવ:વગરની મહેંદી તો ન કામ ન કાજની,રંગ ચડ્યો આપના પ્રેમનો,પણ આપની યાદ તો ચહેરો નિખારતી હતી,તો સપનાં ઓ પુરા કરવાની ઝંખના ને એકબીજામાં દુધમાં સાકરની જેમ મળી જવાની, એક અધીરાઈ પણ હતી,જેમ જેમ પાણી નો સ્પર્શ શું થયો કે મહેંદી નિખરતી ગઈ,મહેદી પુરી ક્યારે થાય કે જ્યારે આપના નામનો પણ ઉલ્લેખ એમાં હોય તો એમ લાગે કે જાણે આપ અદ્રશ્ય સ્વરૂપે પાસે ન હોવ!આપનો અહેસાસ જ મનને પ્રફુલ્લિત કરી દે છે,એ જ કાફી છે...મહેદીનો રંગ જેમ ઘાટો થયો તેમ ચહેરે શરમની લાલીમા છલકાઈ, જાણે કે આપને મનોમન પાસે ન અનુભવી રહી હોય તેવું લાગી રહેલું!દિવાસ્વપ્ન મા ખોવાઈ ગયેલો જીવ મિલન ઝંખે છે,ક્યારે આ કરાર કુદરત માન્ય ઠેરાવે એની રાહ જોવાય છે,હાથ મારા ને મહેંદી આપના નામની,આ શ્વાસ મારા ને દિલપર હકુમત આપની આ તે કેવી નાદાનિયત જેને શોધતાં શોધતાં ગજબનો ગોટાળો સર્જાય છે...
✒️ *હું શૈમી ઓઝા લફ્ઝ બાંહેધરી આપું છું કે આ મારી સ્વ રચિત અને અપ્રકાશિત રચના છે*
વાહ, ખૂબ સરસ
ReplyDelete