શિક્ષકની એક ભૂમિકા આર્કેટિક તરીકેની.

શિક્ષણ જગતનો આધાર સ્તંભ છે શિક્ષક,ભારતના નાગરિકોનો ઘડવૈયો છે શિક્ષક,
ગુરુ બ્રહ્મા,ગુરુ વિષ્ણુ,ગુરુ મહેશ છે શિક્ષક,એક સારો ગૂરુ મળવો એ ભાગ્યની વાત છે.દુનિયાનો જો નક્શો બદલી દે એ સાચો શિક્ષક સમાજમાંથી અસમાનતા,
ભેદભાવ,અંધશ્રદ્ધાનો નાશ કરે,જે બાળકના મોરલને તોડવાનું નહીં પરંતુ હિંમત બને તે સાચો શિક્ષક.આ જગતને સુધારી શકે તે સાચો શિક્ષક,બાળકના મિત્ર બની તેમનું ઘડતર કરે નહીં કે એકબીજા સાથે સરખામણી કરી સતત નીમ્ન કોટીનું વર્તન કરે એવા બધાં દંભી એ શિક્ષણ જગતમાં કલંક છે જે શિક્ષક અને અધ્યાપક શબ્દનું અપમાન કરે છે.દરેક બાળકો સમાન એ માટે તો ગણવેશની પ્રથા છે,શિક્ષકો શું કામ આ લાભથી વંછિત રહે,આમ જોઈએ તો અધ્યાપક પણ વિદ્યાર્થી છે,આ જીવન શીખતો રહેને પોતાની જાતને મઠારતો રહે તે સાચો શિક્ષક...બીજો બધો દંભને નાટક છે.પેલાને બતાવો પેલાને બતાવો આ શિક્ષણ જગતમાં કલંક બનતી બાબત છે.શિક્ષણ જગતમાં જે કાર્ય કરાય છે એનું પ્રદર્શન કરવા કરતાં વિદ્યાર્થીઓના પરિણામમાં આપણું કામ બોલે...એ સાચી બાબત...બાકી તો બધી કરોડોની વાતો ને ભજીયાની દુકાન આ ઉક્તિ સાચી રીતે યથાર્થ રીતે સિધ્ધ થઈ રહી છે.
હોશિયાર બાળકો તો ભણી લે કુદરતી ભેટ છે પરંતુ નબળા બાળકને જાહેરમાં ઉતારી વધુ નબળો બનાવવો,તમને ત્યાં શું બાળકોની ફિલ્મ બનાવવા રાખ્યા છે શું કામ વિદ્યાર્થી નબળો રહે પુછો પોતાની જાતને કે હું અહીં ક્યાં નબળો હતો તેને શીખવવામાં મને તો આ વાત સમજ નથી આવતી સ્કુલ સરકારી હોય કે પ્રાઈવેટ ટ્યુશન શું કામ?તો પછી સ્કુલ પર તાળું લાગવું જોઈએ કે પછી શિક્ષકો કે અધ્યાપકો એ પોતાની જાતનુ પહેલાં ઘડતર કરવું.પછી વિદ્યાર્થીઓ તરફ ચાતક નજર કરવી.પરિણામ પર અસર પડે તો વિદ્યાર્થીઓને ટોક્યા કરતાં પહેલાં પોતાની જાતનું જ મુલ્યાંકન દિલપર હાથ રાખી જાતે કરી પછી પહેલાં પોતાનું ઘડતર કરે ને પછી વિદ્યાર્થીઓનું મોઢામાં મસાલો ભરી વ્યસનમુક્તિનો પ્રચાર પ્રસાર કરે તે ગુરુના નામ પર ધબ્બો છે,પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓનો ગાળિયો કરે તે તો એનાથીય મોટો અક્ષમ્ય અપરાધી છે.એવા લાપરવાહી ગ્રસ્ત શિક્ષક અને અધ્યાપકો દમહીન અને ખોખલા સમાજ કે નાગરિક ઘડે છે જેની સજા સૌ કોઈને ભોગવવી પડે છે.

કામ બતાવવા નહીં પરંતુ દિલથી કરવું અભ્યાસક્રમ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિનુ સમતુલા જાળવતા શીખી જાય બેઉનો પ્રાસ બેસાડી કાર્ય કરી શકે એકબીજાને હાવી ન થવા દે એ સાચો અધ્યાપક  કે શિક્ષક.સી.સી.ટી.વી.ફૂટેજ તો આપણે એડિટ કરી શકીએ પરંતુ કુદરતનો સી.સી.ટી.વી.ફૂટેજને પાણો મારી કેમ તોડાય છે.એતો બુલેટપ્રુફ કાચથીય પર છે.એને ધ્યાનમાં રાખી કાર્ય કરવું.એજ સાચા અધ્યાપક અને શિક્ષકના લક્ષણો છે.

માનસિક રીતે માપદંડ એનો ત્રણ કલાક કેમ હોય આ તે કેવી રીત છે,છેલ્લી બેન્ચે બેઠેલા બાળકો પણ અવ્વલ હોય છે.આ વાત સમજે તે જ સાચો શિક્ષક કે અધ્યાપક બાકી તો બધી દંભીને ખોટા પ્રદર્શનની વાતો છે....

શૈમી ઓઝા "લફઝ"


Comments

Popular Posts