યુવા દિવસ:વિવેકાનંદ

🌷 *કવિમંચ સાહિત્ય પરિવાર*🌷

*આત્મનાદ*
*સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો*
*પદ્ય સ્પર્ધા*
નામ :- શૈમી ઓઝા 
ઉપનામ :-"લફ્ઝ"
પ્રકાર :- *પદ્ય
શીર્ષક :- *-વિવેકાનંદ
      *રચના*

ભુવનેશ્વરી દેવી ને વિશ્વનાથદત્તે સંતને જન્મ આપ્યો,તેનું નામ નરેન્દ્ર...

ભગવાએ તો એવી માયા લગાડી,નાની વયે નરેન્દ્રને આત્મજ્ઞાનની તરસ લાગી ગઈ,

વહેલી તકે જાગો,વખત તમને નહીં સમજાવે, મંઝિલ તમારી ઝટ નક્કી કરી ધ્યેય પાછળ દોડો તો નામ પાછળ સ્વામી લાગે...

સ્વામી શબ્દ નથી એટલો સસ્તો જે બધાંય રાહ ચલતાને મળે...

જન્મ માનવનો લઈ કામ તમે તપસ્વી જેવા કરો,લોકોને રામકૃષ્ણ મિશન આપી લોક કલ્યાણ કરી ગયા એ જ તો સાચો સંત...

અમેરિકાના શિકાગોમાં 
જઈ ધોળીયાઓને ભાઈ બોલીને સંબોધન કરનાર વિવેકાનંદ...

હિન્દુ સંસ્કૃતિ સૌનો સમન્વય કરે છે,તમામ ધર્મો હિન્દુ ધર્મમાંથી ઉદભવ્યા છે,આ વાક્ય બોલનાર શેર એટલે વિવેકાનંદ...

નરેન્દ્રથી થી સ્વામી વિવેકાનંદની સફરે જીવન સમજાવ્યું હશે,ગુરુ રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુના ઘડતરે તો તમને જનપુજ્ય બનાવ્યા હશે,

સ્વામી ત્યાગ અને બલિદાન નું પ્રતિક છે,જનહિત માટે જીવન જીવવુ પડે છે,દરેક માતા તમારા જેવું સંતાન ઈચ્છે છે સપનું જોવુ બહુ સરસ વાત છે,પણ સપનું સાકાર કરવા તપ આચરવુ પડે ને પુણ્યરુપિ પૂજી જમા કરવી પડે ત્યારે ફળસ્વરૂપે આપ જેવું સંતાન મળે,

જીવનનો ઉદેશ જનહીત છે એવા વિવેકાનંદ યાદશક્તિ માટે વખાણાતા હતાં આવા સંતને વંદન કરીએ એટલા ઓછા છે...

બાંહેધરી :- ઉપરની રચના મારી મૌલિક ને અપ્રકાસિત છે તેની સંપૂર્ણ ખાત્રી આપું છું.

Comments

Popular Posts