પત્રલેખન:એક પત્ર શિક્ષણ મંત્રીને...
📚 *સાહિત્ય જગત*📚
*SJ -7*
🖋️ *પત્ર લેખન સ્પર્ધા*🖋
*સ્પર્ધા માટે વિષય:-*
1, નવી પહેલ માટે પ્રેરણા આપતો પત્ર
2, પરિસ્થિતિથી હારેલ વ્યક્તિને
આશ્વાસન પત્ર
3 ફાઈનલ સ્પર્ધાની તૈયારી માટે સૂચન
આપતો પત્ર
4 રાજકારણની સમજ આપતો પત્ર
5 ગામ સમસ્યા નિવારણ માટે પત્ર
6 શિક્ષણ સુધારા માટે પત્ર
7 એક લેખકનો વરિષ્ઠ લેખકને પત્ર
*નામ + ઉપનામ:-*શૈમી ઓઝા "લફઝ"
*પસંદ કરેલ વિષય*:- શિક્ષણ સુધારા માટે પત્ર
*શબ્દ સંખ્યા:-*
શિક્ષણ સુધારા માટે પત્ર...
શૈમી ઓઝા "લફ્ઝ"
મહેસાણા
તા:11/1/23
બાબત:શિક્ષણ સુધારા માટે પત્ર...
સાદર પ્રણામ સાહેબ શ્રી કુબેર ડિંડોર સાહેબ,
આપને પત્ર લખતાં હૈયે હરખ સમાયે સમાતો નથી.
શિક્ષણ બાબતે તમને પત્ર લખી રહી છું શક્ય હોય તો ક્ષમાયોગ્ય ગણશોજી.
બેગલેસ શિક્ષણનો જલ્દી અમલ કરવામાં આવે,થાકના કારણે વિદ્યાર્થીઓનું ભણવામાં ધ્યાન રહેતું ન હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે લાપરવાહ બનતા જણાય છે.
શિક્ષણ પ્રક્રિયામાં બાધારૂપ બને છે.જેની અસર પરિણામ પર પડે છે.બાળકોની પરીક્ષા લેવાય સર પરંતુ અભ્યાસક્રમના નક્કી કરેલા વિષયોની સાથે સર્વાંગી વિકાસનું પરિક્ષણ થાય તેવી પરીક્ષા લેવામાં આવે.
કેમકે નક્કી કરેલા વિષયોમાંથી બાળકોનું ત્રણ કલાકમાં છ મહિનાનું ખાધેલું બહાર કેમ નિકાળી દે છે નિશ્ચિત સમયમાં એ જ છે એમા હોશિયારી નથી સાબિત થતી.
આમ જોઈએ તો શિક્ષણ આજીવન ચાલતી પ્રક્રિયા.ચોક્કસ ચોકઠા પુરતી સિમિત રહી ગઈ છે.
પરંતુ બાળકનું સર્વાંગી મુલ્યાંકન અમલમાં મુકશો સરજી,જેથી આપણે બાળકને માટે ભણાવી નાંખવાને બદલે રમતની સાથે અભ્યાસ કરાવવામાં આવે તો બાળકને અભ્યાસક્રમ જટિલની જગ્યાએ સરળ લાગશે.
સાહેબ બાળકોને પાસ કરવાની જે નિતિ બનાવી છે તે બહુ ખતરાદાયક છે.જેને કારણે બાળકોને પાયાનું જ્ઞાન મળતું નથી. આગળ માધ્યમિકમાં જાય છે ત્યારે
તેને મુશ્કેલી પડે છે.બાળકને તેની અધુરપ બાબતે ટોકવુ પરંતુ એક નબળાઈ પરથી તેનું બધી બાબતમાં ઓછું આંકવુ આ મુલ્યાંકન તદ્દન ભુલભરેલુ છે.બાળકનું ઘડતર કરવું શિક્ષકોની જવાબદારી છે.આ ફરજ કુદરતનો ભય રાખી નિભાવી જ રહી.પરંતુ પહેલાં પોતાની જાતનું જ મુલ્યાંકન કરવું.અધુરપથી તરબોળ મુલ્યાંકનકર્તાના હાથમાં બાળકોનું ભવિષ્ય સોપવુ એ બહુ જોખમી કામકાજ છે.
સ્કૂલ અને કોલેજમાં ખાનગી ઈન્સ્પેક્શન કરવું જોઈએ જેથી તમને સાહેબ કડવી હકીકત જોવા મળશે તમે પણ એક શિક્ષક છો એટલે તમે આ બાબત સમજી શકશો સાહેબ.
બાળકને પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાથી અથવા તો બાળકને સ્કુલ કે કોલેજમાં માન્ય ભાષાનું અલગથી શિક્ષણ આપવામાં આવે છે.દરેક બાળક સમાન છે તે નીતિ નો કડક રીતે અમલ થવો જોઈએ સાહેબ.
શિક્ષણ વિભાગમાં ચાલી રહેલી ગેરનીતી બાળકોના ભવિષ્ય સાથે ચાલી રહેલી ગેમ દૂર કરવી.પરીક્ષા અને ભણતર ને ભારયુક્ત બનતું અટકાવુ જોઈએ સાહેબ અડધા બાળકો માનસિક ભારણ વશ.અભ્યાસ છોડી દે અથવા સ્કુલ જવાનું ટાળે છે.સ્કૂલમાં બાળકોને સારુ વાતાવરણ મળી રહે તેનું ઘડતર થાય સર્વાંગી વિકાસની સાથે શિક્ષણના તમામ ઉદેશો સિદ્ધ થાય.
બી.એડ.ની તાલીમાર્થી
શૈમી ઓઝા "લફઝ"
✒️ *બાંહેધરી :હું શૈમી ઓઝા 'લફઝ' આપું છું કે આ મારી સ્વ રચિત અને અપ્રકાશિત રચના છે*
Comments
Post a Comment