કાવ્ય:*આજનું ભારત*
🖌️🖌️🖌️🖌️🖌️🖌️🖌️🖌️
📚 *સાહિત્ય જગત*📚
(કલમ-ઓળખ તમારી)
*SJ NO.- 8*
🖋️ *પદ્ય વિભાગ*🖋️
*સ્પર્ધા શબ્દ:- આજનું ભારત*
*નામ+ ઉપનામ :-*શૈમી.ઓઝા "લફઝ"
*પ્રકાર :-*કાવ્ય
*શીર્ષક :-*અછાંદસ કાવ્ય...
*શબ્દ સંખ્યા:-*100
હે ભારતભૂમી તુ જગ બલિહારી રક્ષણની કસમ જો ખાધી છે...તે વણમાંગે બધુ બક્ષ્યુ છે,અમે સૌ ઋણી તારા છીએ... વિચારી વિચારી જીવ કચવાટ કરે ઋણ સીદને ઉતરશે...?
દેશની બદીઓ કુરિવાજોનો ખાતમો કરશુ અમે યુવાનો...
કસમ છે તારા વાત્સલ્યની
દાગ નહીં લાગે આ ધરતીને ન કુદ્રષ્ટી ફરકે દુશ્મન દેશની...
ભ્રષ્ટાચાર નાબુદ થાયને ભાગાકાર રુપી છેદ અસ્પૃશ્યતાનો ઉડે...આ પ્રયાસ રહેશે ભારત માં તારા ખુબ ઉપકાર છે...ઓ...ઓ...
ગંદકીની સાથે ભેદભાવ દૂર થાય બધા ને સ્વચ્છ ભારતનું નિર્માણ થાય એવી ઝંખના છે મનમાં...
વિશ્વ વિજયનુ સ્વપ્ન અધુરુ ન રહે તે ભય દિલને સતાવે છે...દેશમાં નિરક્ષરતાની બાદબાકી થાય ને પ્રગતિ,સમૃદ્ધીનો ગુણાકાર થાય...
આજનું ભારત છે પશ્ચિમીકરણને અનુસરતુ સાથે જુની વાર્તા ઈતિહાસ ને વિસરી જાતુ...મને કસમ છે આ ઝંડાની ઈતિહાસ ફરી ન પુનરાવર્તન થાય એવા પ્રયાસ અમારા રહેશે...
અંગ્રેજી ભાષાની ઘેલષા
માતૃભાષાની માયા ભૂલાવતી,વિદેશમાં કાયમી સ્થાયી થવું આ ઘેલષા હદ વટાવે આજના ભારતમાં...
આનાથી શિક્ષિત યુવાનો વિદેશ સ્થાયી થાયને દેશને ખોટ સર્જાય... આ બદીઓ મિટાવવી પડશે...
શરીરને રોજ સ્વચ્છ કરીએ પરંતુ પાણીનો સાવર...દિલ સાફ શીદને ન કરે...?આ મુંઝવણ હજીય સતાવે... છે...
✒️ *બાંહેધરી :હું શૈમી ઓઝા "લફઝ"આપું છું કે આ મારી સ્વ રચિત અને અપ્રકાશિત રચના છે*
Comments
Post a Comment