પહેલો પ્રેમ જીવનની એક ભૂલ...

પહેલો પ્રેમ જીવનની એક ભૂલ...

નિશા બહુ અલબેલી છોકરી હતી.દસમાં ધોરણમાં સારા ટકા આવ્યા એટલે અખિલેશભાઈએ આખુંય ગામ જમાડ્યુ.સૌ કોઈ નિશાના વખાણ કરતાં ન થાકે.

પણ પિતા તેની પ્રેમખાનગી મુસાફરીથી અજાણ હતાં
ભણવામાં પણ તે હોશિયાર હતી.એ ઈશ્વર દેખાવમાંની સુંદરતા નિખારવામા થોડીક કચાશ નોહતી રાખી.તે સુંદર હતી.તેના દિવાનાઓની યાદીમાં એક પોસ્ટ લાઈફ લાઈનની હતી,એ પોસ્ટના લાઈફ ટાઈમ હેડ તરીકે
એ નામ હૈયે હતું એનું નામ હતું આલોક.
    
      તેમની આ પ્રેમસફર ધોરણ નવ એટલે કે તેર વર્ષની ઉંમરથી શરુ થઈ હતી,તેમાંય કેટલાક ચડાવ અને ઉતરાવ પણ આવેલા,સબંધોની ગાડી તો ટોપ ગેર અને ફૂલ સ્પીડમાં હતી.

        એકાએક એવો ટર્ન આવ્યો કે જેનો સામનો કરવો બેઉ માટે ગજા બહારની વાત હતી.

      આયુષીની બર્થડે પાર્ટી હતી,આયુષીને અભિનંદન આપવા બેઉ પહોંચી ગયા.

કેમકે આયુષી બેઉની મિત્ર હતી.આયુષીની બર્થડે પુરી કરી   ઘરે જવા નિકળ્યા.

નિશા:એ...બાબુ...
આલોક:બોલ...ને...
નિશા:તને યાદ છે,કે આપણે ક્યારેય સાથે સમય વિતાવ્યો,તને ખબર છે કે મને તુ સાથે હોય એટલે કેટલું ગમે છે...

આલોક:બહુ મસ્કા ન લગાડ ક્યાં જાઈએ...એ કહે...

નિશાને તન મનમાં રોમેન્સનો નશો ચડી ગયો હતો.

વરસાદી માહોલ હતો,વિજળીના એક ચમકારે બેઉને એક કરી દીધા,શરીર પર પ્રેમભર્યા ચુંબન એકબીજાથી છપાઈ જ તો રોમાંચક યાદોનો ગુલદસ્તો દિલમાં મઘમઘતો હતો,પણ આ દિવસ તેમના જીવનમાં શું રંગ લાવે છે,એ પરિણામથી અજાણ હતા.આ ગુલદસ્તો એ રોજિંદાજીવનની ક્રિયા બની ગયો.આગળ આ સફર કેવી રહે છે,એ તો હાલતને આધિન છે.સમયસંજોગો હતા એટલા કપરા નિશા પોતાનું તન હારી બેઠી,તેના દિલમાં બસ એક જ ધૂન રણકે કે આલોકની ઘરવાળી બનવું પણ આ સપનું "કાશ"બની રહી ગયું,આલોક સાથેના સબંધોમાં તમામ મર્યાદા વટાવી ગયાં.

નિશાને એકાએક વોમિટીંગ શરૂ થઈ. તે હોસ્પિટલમાં ચેકઅપ કરાવી આવી.

નિશા:ડો શું પ્રોબ્લેમ્સ છે મને...??

ડો:(ખુશ થઈ)મિસિસ નિશા આર યુ પ્રેગ્નન્ટ...

નિશા:હસવું કે રડવુ તેને ખબર જ નોહતી પડતી.

બદનસીબે નિશા પ્રેગ્નન્ટ થઈ.આલોકને આ ખુશખબરી આપશે એવું વિચારી મનોમન ખુશ થઈ રહી હતી.

નિશા:એ...આલોક...એક ખુશખબરી છે...
આલોક:બોલ ને શું છે તે?
નિશા:(સહેજ શરમાતા ચહેરે)આપણે મળીએ ત્યારે કહું.

નિશા તેના ઘરપાસે આવેલા બગીચામાં રાહ જોઈ રહી હતી.
આલોકે પુછ્યું બોલ એવી તે શું ખુશ ખબરી છે એ તો કહે?
નિશાએ પ્રેમભરીઅદાથી હગ આપી કહ્યું"તુ પપ્પા બનવાનો છે?
આલોક:હે.....શું....વાત કરે છે તું
નિશા:હા...બાબુ....
આલોક:તે શું વિચાર્યું...😡ગુસ્સો દાંતમાં ભિંસી બોલ્યો.
નિશા:આલોક આપણા પ્રેમની નિશાની છે...હું એને આ દુનિયામાં લાવીશ...આપણા પ્રેમની નિશાની છે આ બાળક તો આ દુનિયામાં આવશે જ.ચાહે ગમે તે થઈ જાય.😡

આલોક:તુ પાગલ છો...તને ભાન છે...આપણે હજી નથી એટલા મેચ્યોર નથી થઈ ગયા.
નિશા:આલોકનો ઈરાદો ઓળખી ગઈ હતી તેને કહ્યું તું ચાહે ગમે તે કર હું બાળકને જન્મ પણ આપીશ અને એકલા હાથે ઉછેરીશ,મને ખબર છે કે તારું મન હવે મારાથી ભરાઈ ગયું છે...એ હું જાણી ગઈ છું.એટલે તું પેરેન્ટ્સ અને કરિયરનું બ્હાનુ કાઢી તું મને ઠુકરાવી દે એ પહેલાં જ કહી દીધું.
આલોક:બેબી તુ ખોટું વિચારે છે,અને તુ પણ લાગણીઓમાં તણાઈ કોઈ નિર્ણય લઈશ માં નહીં તો પછતાવવાનો પણ મોકો નહીં મળે...

નિશા:મારે શું કરવું એ કહેવા વાળો તુ કોણ?મારી ભૂલ હતી કે તને ઓળખવામાં મેં થાપ ખાધી છે,એટલો એનો મતલબ કે મારી ભૂલની સજા બાળક ભોગવે...આ જો કુદરતનો  ન્યાય હોય તો પણ મને મંજૂર નથી.હું ઉછેરીશ મારા બાળકને ચાલ હટ...હરામ જાદા નથી જરૂર ચાલ હટ...મુવા...મને એ દિવસ પર ગુસ્સો આવે છે કે આપણે મળ્યા એ દિવસ પર...એ દિવસને કોષવાનો કોઈ જ અર્થ નથી તો મિ.આલોક આપ જાઈ શકો છો...

આલોકના ગયા પછી નિશા ખુબ રડી રહી હતી,પણ બાળક માટે તે આ ઝેર દિલમાં ઉતારી બાળકને ઉછેરી રહી છે.

શૈમી ઓઝા "લફ્ઝ"

        


Comments

Popular Posts