સામાજિક વાર્તા:અનંતયાત્રા...

અનંતયાત્રા...

       જીવનમાં ભલે ગમે તેવું અંધારું હોય પણ આશાનું અજવાળું આવે જ છે, રાત ભલે ગમે તેવી કાળી વસમી હોય પણ સોનેરી સૂરજથી તો દિવસ ખીલે છે. . . . આમાં વાત કરીએ આપણા ઐતિહાસિક દિવસ એવો કોવિડનો કપરોકાળ પોતાની પ્રિયસીને એક આશા આપી અનંતયાત્રા માટે નિકળી ગયેલા આશાવાદી યુવાનની.

અવંતિકા એક કોઠાસૂઝથી સંપન્ન, ભણવામાં પણ અવ્વલ યુવતી હતી.

"મમ્મી પપ્પા તમે જે શોધ્યા હશે એ બેસ્ટ જ હશે. . . એમાં હું નહીં વચ્ચે આવું. . . "રાજીવભાઈ અને મહિમાબહેનને હાશ થઈ.

આમને આમ તેનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો, દરેક પરિવારને ચિંતા હોય તેમ તેના પરિવારને પણ દીકરીની ચિંતા સતાવી રહી હતી. બહુ શોધખોળના અંતે તેની એક પ્રતિભાસંપન્ન ડોક્ટરમાં જેઓ નિષ્ણાંત, દેખાવમાં સોહામણા એવા રિધમ અવસ્થી સાથે નક્કી થયું. . .

અવંતિકાના પિતાએ સપનાં તો બહુ સજાવેલા કે "દીકરીનો અવસર ધામધૂમથી કરીશુ, કંઈ કચાશ ન રહેવી જોઈએ. "

એની તૈયારીમાં લાગી રહેલા. 

અવંતિકા અને રિધમ સપનાંની દુનિયામાં ખોવાઈ જ ગયાં. સવ્પન મહેલ જ ચણી નાંખેલો.

એ. . . અવંતિકા. . . આપણા રિધમ : બેબીને આપણે શું બનાવીશું. . .

અવંતિકા : અરે. . . . રિધમ તુંં તો બહુ ઉતાવળો થોડો ધીમો તો પડ ગાડીની સ્પીડ ધીમી કર. હજી તો આપણેય બાળકો જ છીએ પણ તારા સપનાં તો બહુ ઊંચા છે. "

રિધમ : અરે. . . અવંતિકા. . . હવે દૂર રહેવા માંગુ છું તો પણ એક એક ઘડી યુગ જેવી લાગે છે. તુંં જ કહે ને શું કરું હું. . . ?"

અવંતિકા : રાહ. . . . જોવો. . . એ સમય. . . ની. . . . એ સમય હજી નથી પાક્યો. . . માટે નોટી બોય. . . કામ કરો. . . છાનામાના. .

રોમેન્ટિકવાતોથી તેઓ મનની ભૂખ ભાંગતાં. રુબરુ મુલાકાતો કરતાં પણ બહુ ઓછી. અવંતિકા નોકરીની સાથે નિજાનંદ માટે સોશિયલવર્ક કરતી આમને આમ દિવસો પસાર થતાં જ રહ્યા. . .

બંનેના મનની વ્યથાથી વ્યાકુળ થઈ બંનેના પરિવારે લગ્નનું મુહૂર્ત જોવડાવવા મિટિંગ પણ કરી. કેટલા લોકોને બોલાવવા, કેવો વેવાર કરવો કોને શું પેરામણી કરવી, કંકોતરી છપાવવી, જમણવારનો મેનુ શું રાખવો, પૂજાની સામગ્રી, મંડપ, ડોકોરેશન કેવું રાખવું, તેનું આયોજન કર્યું હતુંં.

2020ની સાલ હતી. હોળી પછીનું મુહુર્ત આવ્યું, નસીબ એવા આકરા કે કોવિડની પરિસ્થિતિ આવી ગઈ. કોરોનાની પહેલી જીવલેણ લહેર ચાલી રહેલી, માણસ માણસથી ડરતો.

 આપણા ત્યાં કહેવત છે, કે "મહેમાન ભગવાનનુ રૂપ, અતિથિ દેવો ભવ" પણ ફોન કરીને તો ચોખ્ખી ના જ હોતી પરંતું અચાનક આવનારો મહેમાનને શેતાનનુ રૂપ બની જાતો, ક્યારે અહીંથી ચાલ્યા જાય, એવું ઝેર મનોમન ઓકાતું. આ"કહાની હર ઘર કી"બની ગયેલી. અને હવન પૂજા હોય કે લગ્નના. મૂહુર્ત જાણે કોરોનાને આમંત્રણ આપવાનું પરિબળ ન બની ગયાં હોય તેમ ત્રાસદાયક લાગતાં, કોઈની આમંત્રણ પત્રિકા જો મળે બેસણાં લગ્ન કે પૂજાની તો આ પણ ત્રાસ આપતી. પણ આવી કારમી પરિસ્થિતિમાં, દિવસ રાત જોયા વગર પોતાના પરિવારની મોહમાયા એકબાજુ મૂકી આર્મી, ઓફિસર, પોલીસ, ટ્રાફિકપોલિસ, સફાઈકામદારો, ખેડુતો, ડોક્ટર, નર્સ,

વૈજ્ઞાનિકો આ વર્ગ"રિયલ સુપર હિરો"કહી શકાય એમાં કોઈજ શંકાને સ્થાન ન જ હોઈ શકે.

 ન તો કેમેરો હતો, કે ન મિડિયા આવેલું નોંધ લેવા છતાંય પોતાની ફરજ બજાવવામાં જરાય પીછેહટ કરી નો'હતી. આવા ડોક્ટરોએ પોતાની જાત હોમી દુનિયામાં પોતાની ફરજ અદા કરનાર,

દેવદૂતની યાદીઓમાં ગણ્યાં ગાંઠ્યા ડોક્ટરોનું નામ હતુંં તેમાનું એક જાણીતુંં હતુંં રિધમ અવસ્તી.

કોરોનાનો રાફડો એવો તે ફાટી નિકળ્યો કે નહીં પૂછો વાત. ઘરે ઘરે મોતના સમાચાર કાળજું કંપાવે તેવા આકરા આવી રહ્યા હતા. સૌ કોઈના ચહેરે નિરાશા જ હતી. જેના કારણે બે વાર મુહૂર્ત પોસ્ટપોન્ડ થયા એટલે અધમણનો નિ:સાસો પડ્યો. બેઉ એકબીજાની સામે બહુ રડી પડ્યા પણ હાલતમાં ધીરજ રાખવી જરૂરી હતી. રિધમ અચાનક અવંતિકાના ઘરે મળવા આવ્યો. અડધી વાતો તો મૌન અને આંસુ એજ કરી દીધી હતી. છેવટે મન મનાવી હરિ ઈચ્છા માંની પોતાની પ્રવૃત્તિમાં લાગી ગયાં.

અવંતિકા નિરમા કંપનીમાં સૂપરવાઈઝર હતી, સાથેસાથે સમાજસેવા કરતી હતી. જેથી પોતાના દુઃખને એકબાજુ મૂકી તે બીજાના દુઃખ હળવા કરી શકે.

ડોક્ટર રિધમ અવસ્થી રાત દિવસ દર્દીઓની સેવામાં જ વ્યસ્ત રહેતા, કોવિડ પિડીત દર્દી અને તેના પરિવારને હિંમત આપતાં કે તેઓ સહકુશળ અહીંથી સાજા જશે.

 પોતાની અંગત જિંદગીને બાજુમાં રાખીને દેશની જનતાનો ઈલાજ જરૂરી હતો, તો રિધમ તેમાં રચ્યો રહેતો. અવંતિકાનો પણ સારો એવો સાથ સહકાર મળ્યો. પછી તો વાત જ ક્યાં રહી.

અવંતિકાને પ્રેમથી ગૂડ નાઈટ સ્વીટ ડ્રીમની સાથે તુંં ચિંતા ન કર હું તારી સાથે હંમેશા હોઈશ. . . પાગલ. . . આટલે વાતોની પુર્ણાહુતી થાતી.

 અવંતિકા : પણ રિધમને પ્રેમથી "ગૂડનાઈટ"બોલી સપનાંની દુનિયામાં ખોવાઈ જાતી.

 રિધમ જીવનું જોખમ ખેડી ઈલાજ કરતો. પોતાના કામને જ ઈશ્વર માંની પોતાની ધૂનમાં મસ્ત રહેતો.

જનતાને મદદરૂપ થવું પહેલાં યોગ્ય સમજ્યું. અવંતિકા પણ તેના પતિને અડચણરૂપ બનવાની જગ્યાએ હંમેશાં મદદરૂપ થતી.

અવંતિકા ક્યારેય સમય આપવા બાબતે ફરીયાદ ન કરતી, માટે જ તો રિધમને અવંતિકા ખુબ ગમતી. અવંતિકા જેવી જીવનસાથી મેળવીને રિધમ પણ ખુબ ખુશ હતો. અચાનક સુખી રિલેશનશિપ ક્યારે હિલોળે ચડી ગઈ એની ખબર જ ન રહી.

 કદાચ એવું બની શકે કે વિધાતા આવી અદભૂત જોડી સાથે ક્રૂર પરિહાસ કરવા માંગતા હોય તેવું બની શકે. .

 એક દિવસ એવું બન્યું કે

કે જેની કલ્પનાય સુદ્ધાંય સપનામાં વિચાર ન આવ્યો હોય !

કોરોનાના દર્દીઓનો ઈલાજ કરતાં કરતાં ડોક્ટર રિધમને પણ કોવિડ પોઝિટિવ આવેલો. પહેલા તો બધું નોર્મલ જ લાગ્યું પરંતું ધીરે ધીરે વકર્યો. તે આઈ. સી. યુમાં દાખલ થવું પડ્યું.

 ઘરમાં સૌ ચિંતામાં ડૂબી ગયેલા. જાતે જ હોમ કોરોન્ટાઈન થઈ પોતાની કાળજી રાખી રહ્યા હતા. ઉકાળો પી રહ્યા હતા, કંઈ ફાયદો ન થયો.

અવંતિકા માટે આ સમાચાર વજ્રઘાત સમાન હતાં, તે ડોક્ટર રિધમને મળતા ટળવળી રહી હતી. પરંતું બની શકે કે વિધાતાને આમનું મિલન ન પચ્યુ હોય !

અવંતિકાની જિદ્દ હતી કે તે રિધમને મળે. . .

રાજીવભાઈ અને મહિમાબહેન સમજાવી રહ્યા હતા કે બેટા. . . "આમ ન જવાય, ઘરની હાલત તો તું જો, બહારનો માહોલ તો તું જો, અહીં પોલીસની રેટ પડશે તો લોકો આપણને પાપીની નજરે જોશે.

"મમ્મી પપ્પા તમને લોકોની પડી છે. . . ! !તમારી દીકરીની નહીં ? લોકોનું કામ છે બોલવાનું. . . વાતો કરવાનું અહીં મારી ખુશી મારી દુનિયા અહીં ઉજડી રહી છે ?અને. . . . તમે. . . ? ?

મહિમાબહેન : તારા પપ્પાને હાય બ્લડપ્રેશર રહે છે તો મને હાઈ ડાયાબીટીસ છે. . . બેટા. . . "માટે જિદ્દ છોડ. . . ફોનથી પુછી લે તને બહુ મળવાનું મન થતુંં હોય રિધમકુમાર જોડે વિડિયોકોલથી પુછી લે. . . ને

ત્યાં જ રાજીવભાઈ બોલ્યા "બેટા તમે તો નસીબદાર છો તમારા વખતે તો સારી સગવડ છે, ફોન અને ટેકનોલોજીની કે તમે વાતો કરવાનું મન થાય તો તમે વિડીયોકોલથી કરી શકો અને અમારા સમયમાં તો આવી તો કોઈને કલ્પનાય ન હોય. . . ! !

અવંતિકા : પપ્પા. . . મમ્મી. . . આ

સમય જમાનાની સરખામણીનો નથી, આવી વાત તો પછી પણ થઈ શકે છે. અત્યારે મારા રિધમને મારી જરૂર છે, ને હું અહીં બેઠી છું અરે ધિક્કાર છે, મને અને તમારી આવી સ્વાર્થી પરવરિશને. . . અરે. . . . થુ. . . મમ્મી પપ્પા. . . તમે આટલા સ્વાર્થી કેમ હોઈ શકો. . . જમાઈ તો દીકરા સમાન કહેવાય. . .

રાજીવભાઈ : "જો તુંં અહીંથી ગઈ તો આ ઘરમાં પગ ન મૂકતી. . . "

અવંતિકા : અરે. . . . પપ્પા તમને હદ્દ છે, કે આ હાલતમાં તમને કસમો અને સોગંધની રમત સુજે છે, અહીં માર રિધમને મારી જરૂર છે. . . પણ તમે નહીં માનો એમ જ ને. .

રાજીવભાઈ : ના.

અવંતિકા : તો હું જાઉ છું. . પપ્પા હું સમજીશ કે આ મુલાકાત આપણી છેલ્લી હતી. તમારો જે નિર્ણય હશે એ મને માન્ય હશે. પણ અત્યારે મને રિધમ પાસે જતાં ના રોકશો. . પ્લીઝ. .

અવંતિકા મમ્મી પપ્પાએ આપેલા સોગંધને ઉપરવટ

જઈ, તેની સાસરી એટલે કે રિધમના ઘરે જાય છે. . . આલોકભાઈ અને ઈલાબેહેનને પગે લાગતાં કહે, મમ્મી પપ્પા તમે ચિંતા ન કરો હું આવી ગઈ છું તમે નિશ્ચિત થઈ રહો, હવે રિધમને હું સાચવી લઈશ. . .

આલોકભાઈ પ્રેમથી અવંતિકાના માંથે હાથ મૂકી કહે હા. . . . બેટા. . . . તો અહીં ઈલાબહેનના રોઈ રોઈ બેહાલ થઈ ગયા હતા.

તેઓ જાણી ગયા હતા કે"રિધમના હવે ગણતરીના દિવસો બાકી હતા પણ અવંતિકાને દુઃખમાં નોહતા જોઈ શકતાં.

રિધમ અવંતિકાને સામે જોઈ સપનું સમજી રહેલા રિધમને પ્રેમથી કપાળપર પ્રેમથી ચૂમીને કહી રહી હતી"કંઈ પણ થાય હું તમને છોડી ક્યાંય નહીં જાવ. . . . આપણો સાથ અવિરત છે.

રિધમ : પણ. . . . અવુ તુંં આમ. . . અચાનક આવી મને કંઈ કહ્યું નહીં. . . ?

અવંતિકા : કેમ. . . . ન. . . . આવી શકું. . .

રિધમ : તને મમ્મી પપ્પાએ કહ્યું નથી ?

અવંતિકા : શું ? ?

રિધમ : મારી પાસે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. . .

અવંતિકા : શું વાત કરો છો. . . મને તમે તમારું દુઃખ વહેંચી શકો એનાય લાયક ન સમજી. . . . કેમ આમ સાવ. . .

રિધમ : ડોક્ટરની પત્ની આમ રડે તો કેવું લાગે. . . ?કહે તુંં મને. . . તાર પતિ થોડો જાનવરની મોત મરી રહ્યો છે ?

અવંતિકા : એ. . . રિધમ. . . આમ ન બોલો. . . તમે મને પત્ની કહ્યું જ છે તો મારી માંગ આપના હાથે સિંદુર લગાવી ભરો. . .

રિધમ : તારુ મગજ ઠેકાણે છે ડિયર. . . તને ખબર તો છે કે મારી પાસે હવે ગણતરીના દિવસો પણ બાકી નથી રહ્યા. . !છતાંય તારી આવી જિદ્દ. . .

અવંતિકા : હું કોઈ બીજાની થાવ એ મને મંજૂર નથી તમારી વિધવા બની રહેવું વધુ ગમશે. . . માટે તમે મારી ઈચ્છાને માન નહીં આપો !

રિધમ : એ. . . . . બેટુ. . . તું કેમ નથી સમજતી. . . . તને વિધવાના લિબાજમાં હું નહીં જોઈ શકું, મને બહુ પિડા આપશે, તારા એ સફેદ કપડાં, હું તને હંમેશા આમાં જ જોવા માંગુ છું, માટે તો તારા પપ્પા મમ્મીને મેં તને અહીં મોકલવાની ના પાડી. . . હતી.

અવંતિકા : એટલે. . . તમે ?. . . .

મારા પપ્પા તમારા કહેવાથી મને ના પાડી રહ્યા હતા. . . અને. . . હું મમ્મી પપ્પા જોડે ઝગડો કરી આવી છું , પણ જે હોય એ. . . તમે મારી વાતને તમે નહીં સમજો તો કોણ સમજશે. . .

રિધમ : તારી પાસે આખીય જિંદગી પડી છે. . . તુંં ખોટી જિદ છોડ. . .

અવંતિકા : મેં કહ્યું ને કે તમારે મારી માંગ ભરવી જ પડશે. . . તમારી સાથે વિતાવેલો એક એક સમય મારા માટે કિંમતી છે. . . જે તમે મારી જિદ્દ નામ આપી મારી ઈચ્છાને ઠુકરાવી તો નહીં શકો. . . ? ?

રિધમ : તું સમજ ને કે આપણી લેણદેણ અહીં સુધીની જ હતી પ્રિયે, તું મને કહેતી હતી, કે ધિરજ રાખો. . . અત્યારે તો આપણો સમય હજી નથી પાક્યો. . .

અવંતિકા રડતા રડતાં કહી રહી હતી"મારા એક શબ્દોની અને વર્તનની માંફી માંગુ છું. . .

રિધમ આપણે સપનાં તો જોયેલા સ્વપ્ન મહેલ પણ ચણેલો પરંતું આપણા મિલનનો માર્ગ વિયોગે આવી અટકશે વિયોગ હોય પરંતું છે ક બીજા જનમ સુધીની ધિરજ

આવી તો ખાઈ નોહતી ચણી આપણાં સ્વપ્નમહેલમાં આવો વિચાર તો મને રડાવતો. . . પરંતું આ તો હકીકત બની છે. . . વ્હાલુ. . . . ક્યાં આપણે ખોટા હતા. . . મને તો ક્યાંય છીંડા નથી મળતા. . .

રિધમ : આપણો આટલા સુધીનો સાથ હતો, શક્ય હોય તો માફ કરજે, આપણો સમય આવતા જન્મે પાકશે. . .

અવંતિકા : કેમ સાવ આમ. . . આપણે શું બગાડેલુ કોઈનું અવંતિકા રડી રહી હતી જૂની વાતો યાદ કરી.

રિધમ : મારે મન રાષ્ટ્રીય હિત સર્વોપરી હતુંં. દેશની સેવા કરવી એ પણ મારી ફરજ છે, સૈનિકો બોર્ડર ઉપર રાત દિવસ જાગી આપણી હિફાજત કરે છે તો, હું તો દર્દીઓનો ઉપચાર કરી રહ્યો હતો, બની શકે કે ભગવાનને મારી જરૂર પડી હશે. એટલે તને છોડી આમ ચાલ્યો જાવ છું શક્ય હોય તો મને માફ કરજે. . . મને પણ તને છોડીને જવાનું દુઃખ થઈ રહ્યું છે. . . પણ શું કરું ડિયર કુદરત સામે કોનું ચાલે છે.

અવંતિકા રિધમને પ્રેમપુર્વક પસવારી રહી હતી, સાથે સાથે પ્રેમપૂર્વક કિસ પણ કરી રહી હતી.

અવંતિકા : જ્યારે તમારી વાત મારા માટે આવી ત્યારે તમારા વિશે ઘણું સાંભળેલુ, પણ રૂબરૂ જોયા પછી ઘણો ફરક પડે. . .

રિધમ : તારી આ વાત મને ગમી આજકાલના સમયમાં લોકો બેસ્ટ મેળવવાની લાલચમાં ખોટું બોલી કોઈને છેતરતાં ય નથી અચકાતા, બોલો. . . પણ બની શકે કે ઈશ્વરે આપણો સબંધ આટલા સુધીનો જ રાખ્યો હોય. . . !અને આપણે વધુ અપેક્ષા રાખી બેઠાં હોઈએ.

અવંતિકા : પરંતું રિધમ આટલી અવિસ્મરણીય યાદો તો છે, જેના સહારે જીવન વિતિ જશે, તમે મારી માંગ સિંદુરથી નહીં ભરો. . . જાતા જાતા. . . .

રિધમ : એ. . . ય. . . . અવંતિકા તુંં પાગલ છો કે શું તારા મમ્મી પપ્પા. . . નો તો વિચાર કર. . . અને મારા મમ્મી પપ્પાને મારી ગરજ સારવાની છે તારે મારી યાદમાં રડે તો. . . તારે એમને હિંમત આપવાની છે. . . પ્રિયે. . . મેં તને પત્ની સ્વીકારી જ લીધી હતી જ્યારે હાથમાં પ્રેમથી રીંગ પહેરાવી હતી ત્યારે. . . . તું ખોટી જિદ ન કર. . . તને સફેદ કપડામાં હું જોઈ નહીં શકું તને જે મળે એ મારા કરતાં બહેતર મળે જે તારી સાથે સતત રહે. . . "

અવંતિકા : જે તરસ હતી અધૂરી એ પૂરી થઈ ગઈ તમને મેળવ્યા પછી મને હવે બહેતરની તલાશ નથી રહી.

અવંતિકા વધુમાં કહે, "રિધમ જાણું છું કે જીવનમાં મિલનની રાહમાં આપણે નજીક છતાંય તરસ્યા રહી ગયાં તો શું થયું દરેક ભવમાં હું આપને જ ઝંખે આવતા ભવ સુધી જોઈશ પ્રિયે. . . આ દેહ ભલે ને અહીંથી રહ્યો આત્મા તો તમારી સાથે જ હશે. . . આપણે બેઉનું અધુરુ મિલન સ્વર્ગમાં થશે.

રિધમ : એ. . . અવંતિકા. . . . મને વિદાય કરવા નહીં આવે મારો જવાનો સમય થઈ ગયો છે. . . . મને મૂકવા નહીં આવે. . . . એક સરસ દોસ્તની જેમ.

અવંતિકા : તમને તો હું મારા દિલમાં છૂપાવી રાખે અકબંધ કોઈ ન જુએ તેમ. . .

વાતને વાતમાં રિધમના કોરાનાથી કળસતા શરીરમાંથી આત્મા હળવેકથી નિકળી ગયો પણ સૌના દિલમાં એક અકબંધ યાદ બની રહી ગયો.

 ફરજ નિભાવતા નિભાવતા હસતાં મૂખે રિધમ ઈશ્વરની શરણે ગયો. જાતા જાતા રાષ્ટ્રીયહીતને મહ્ત્વ આપી અંગતજીવન કરતાં દેશનું હિત સર્વોપરી છે, એવી સમજ આપી આ ઈશ્વરની શરણે ચાલ્યો ગયો. . . . એક યાદ આપી, અવંતિકાને કદીય ક્યારે ન પૂરી થાય તેવી જીવંત આશા આપી.


શૈમી ઓઝા "લફઝ"

Comments

Popular Posts