કાવ્ય:સજાવી દઉ
સજાવી દઉ હૈયાનુ સિંહાસન પાપા શિવ બિરાજમાન થશે વામાંગી પાર્વતી રાણી સંગ ગણનાથને સ્કંદ કરે કિલ્લોલ,સજુ વૈરાગ્યના શણગાર ચો તરફ આનંદ મંગલ થાય ભક્તો રાખો પવિત્ર મન પરમાત્મા શિવ શક્તિ સંગ આવ્યા છે,તન મનને હૈયુ એક મંત્ર જપે જય મહાકાલ, જય પાર્વતી માત,એ આપતાં મન વંછિત વરદાન ભોલે ભંડારી આવ્યા છે.વાસુકીને માત ગંગે કરે જલાભિષેક શિવ પાર્વતી હૈયે બિરાજશે.આખુંય જગત છે શિવ પરિવાર અમે તો હૈયે કૈલાસ પર્વત આવ્યા,ચરણ ધોવા પાણી ન મળે તો અશ્રુધારા ગંગાજળ બનશે,મારી દુનિયાના ચિત્રણમાંથી કદી ન ભૂસાય એવી સહી વપરાઈ છે,મારા પ્રેમ લાગણીઓના પાથર્યા છે ફૂલ હૈયે બિરાજવા શિવ પરિવાર આવ્યો છે.ન રહી જાય સ્વાગતમા કંઈ ખોટ દેવાધિ દેવ આવ્યા છે. કરો વંદન ભક્તગણો ભષ્મધારી આવ્યા છે.ન જોડો નશા સાથે નથી નશા સંગ કંઈ સબંધ ધરણી પર કરશે અંધકને જલંધરને ત્રિપુરારી, જેવા દૂરાચારીનો અંત,મૃત્યુંજય આવ્યા છે. શિવ શંકર ચંદ્રમૌલેશ્વર કરો જાપ દેવાધિદેવ આવ્યા છે. હૈયુ બનાયુ છે ઉજ્જૈની કૈલાશ પર્વત જેવું, હિમાલય જેવું કરી દીધું છે દિલ વિશાળ હૈયે મહાકાલ પરમાત્મા બિરાજશે ન ઝેર પીવાકે ન તો ઝેરના અમૃત કરવા બોલાવ્યા મેં બની આવો હૈયાના પ્રિય મહેમાન, ભવોભવથી રાહ જોવાય બિરાજશે હૈયે પાર્વતી સંગ મહાકાલ...
કરે વસંતઋતુ નમસ્કાર આ દીન હૈયે મહાકાલ ને જગતંબા બિરાજશે...
શૈમી ઓઝા"લફ્ઝ"
Comments
Post a Comment