વાર્તા:તારી ઝંખના...
*સ્પર્ધા શબ્દો*
1) તારી ઝંખના
2) પ્રેમની સોગાત
*નામ+ઉપનામ :-*શૈમી ઓઝા"લફ્ઝ"
*પ્રકાર :-*ગદ્ય
*શીર્ષક :-*તારી ઝંખના"
*શબ્દ સંખ્યા:-*545
"જીવન આમ સુનુ વેરાન બની ગયું છે.દિલ ને હતી કોઈની ચાહત અધૂરી રહી ગઈ.આ પ્રેમ નથી કોઈની સોગાત સૌનો અધિકાર છે પ્રેમ પરંતુ આ દિલને તને મેળવવાનો જે ઝુનુન હતો એ આમ જ રેતમાં રોળાઈ ગયો હતો.તારી યાદ આજીવન રહે એ જ મારી ઝંખના છે,આ ઝંખના કદી ન સુકાય તારી ઝંખના મને તાવ રૂપે ભરડો કરી જાય આજીવન તો કંઈક અલગ જ જીવન હોત"
"તારી ઝંખના"આ શબ્દ કેટલો મસ્ત છે..જે દિલને લાગણીઓથી ઓળઘોળ કરી દે છે...
તારી ઝંખના...
ઉલ્કા ધોરણ દસની પરીક્ષા પુરી કરી વેકેશન માણી રહી હતા.તેને વાંચનનો ખુબ શોખ હોય છે.નાનપણથી જ તેને આકાશ દર્શનનો શોખ હતો.તે ખુલ્લા આકાશ સાથે પોતાના રોજિંદા જીવનનો વાર્તાલાપ કરતી.
મમ્મી પપ્પા બેઉ કામકાજ અર્થે સતત બહાર રહેતા જેના કારણે ઉલ્કાને એકાંત ઘણું ભાવી ગયેલું.
પોતાની દિકરીને આમ અલગારી રહેતાં જોઈ ઉત્કર્ષભાઈ અને આલોચના બહેન પણ ચિંતામાં ડૂબેલા રહેતા.બીજાની છોકરી સાથે સતત પોતાની છોકરી ની સરખામણી કરતા હતા.પોતાની દિકરીનુ વાતવાતમાં ગુસ્સે થવું
પરંતુ એકલતા દિકરી ઉલ્કા પર હદ વટાવી જાય છે.
સાઈકોલોજિસ્ટ પાસે દિકરીને લઈ જવાનું આયોજન કરે છે.
ડો,જીવરાજ મહેતા પોતાના કેબીનમાં બેઠા હોય.ત્યાં એકાએક આલોચના બહને ગભરાટભર્યા અવાજમાં સાદ કરી રહેલા"શું ડોક્ટર અમે અંદર આવી શકીએ?
ડોક્ટર જીવરાજ મહેતા લેપટોપમાં પોતાની જાતને અપડેટ કરતાં એવા સર્જરીના વિડિયો નિહાળી રહ્યા હતા.જોત જોતાં કર્ણપટલ પર એક અવાજ શું ટકરાયો કે તેઓ કામમાં લેપટોપમાં નિહાળતા નિહાળતાં કહે"હા...હા...આવી જાવ...
બેસો ત્યારે,
શું મદદ કરીએ અમારી?તમે પહેલાં તો નિશ્ચિત થઈ બેસો..."
આલોચના બહેનની આંખો માં આંસુ રોકાયે પણ નો'હતા રોકાઈ રહ્યા દિકરીની નબળી મનોદશા જોઈ.
ડોક્ટર જીવરાજ મહેતા બધી જ વાત ને ધ્યાનથી સાંભળી રહેલા.
ડો જીવરાજ મહેતા એક સાઈકોલોજિસ્ટ હતા,તેમને આલોચના બહેનને હિંમત આપતાં કહ્યું'એકવાર દર્દી જોડે હું એકવાર હું એની મિટિંગ મારા પેશન્ટ સાથે કરવા માંગીશ જોવો તમને વાંધો ન હોય તો?
આલોચનાબહેન અચકાટ સાથે કહે,"હા...જી..."
"તમે મારી ઉપર વિશ્વાસ મૂકી શકો છો?સમજી શકું છું કે તમારા મનની વેદના..."આટલું કહી ડોક્ટર
આલોચના બહેનને તેઓ હિંમત આપી રહેલા.
અને હા કાલે સવારે તમે બેઉ આવજો.
આલોચના બહેન મનમાં સહેજ ખાટા બબડાટ કરે"
આ ડોક્ટર સાહેબનું પણ ગજબ છે કંઈ સમજ જ ન આવે,આજે પૂરુ થતું હોય તો કાલે શું કામ ધક્કા ખવડાવે...કંઈ સમજ ન આવે..."
બહાર દર્દીઓ હફળાં તફળી મચાવી રહેલા...એટલે આલોચના બહેને પણ વધુ ન માથાકૂટ ન કરી પરંતુ નોકરીમાં ફરી રજા મૂકવાની હતી એ જોઈ તેમને નિ:શાસો પડતો હતો.
પરંતુ ડોક્ટરની વાત માન્ય રાખી.
એ જ કકળાટ કરતાં આલોચના બહેન સુઈ ગયા,એ ને સવાર ઉગી ઊગતી સવારે ઊગતી આશા...
સવાર સવારમાં ઉત્કર્ષભાઈ જોડે માથાકૂટ પણ થઈ ગઈ.
દવાખાને જવા નિકળ્યા.ડોક્ટર જીવરાજ મહેતા કેબિનમાં પુસ્તકનું વાંચન કરી રહેલા.
આલોચનાના ચહેરે કેટલાક સવાલો અંકાયેલા હતા. આજે પોતાનું કામ થશે કે નહીં?દિકરીની સમસ્યાનું નિરાકરણ આવશે એ ચિંતા તેમની અંદર અંદર ખોખલા કરી રહી હતી.
પહેલાં તો ડોક્ટર જીવરાજ મહેતાએ વિનંતી પુર્વક કહ્યું "મોકલો આ પેશન્ટને."
ઉલ્કા મમ્મીને આશ્વાસન આપતાં કહે"બેટા તારી સમસ્યાઓનું નિરાકરણ આવશે."
ઉલ્કાના હ્રદયમાં ધબકારા વધી રહ્યા હતા.ખબર નહીં કેમ?મનમાં ડર હતો ઝીણવટભરી નજરથી નીરીક્ષણ મુલ્યાંકન કરી રહેલા.કેટલીક પ્રશ્નોતરી કરી
જવાબ તો મળ્યા પરંતુ ડોક્ટર જીવરાજ મહેતાને સંતોષ ન થયો.ડોક્ટરે કેટલીક દવા આપી ડોક્ટરે કહ્યું કે "આ મહીનાનો ડોઝ છે જોઇ જોવો શું અસર થાય છે તે પછી બીજા મહીને આવજો."
દવાનો ડોઝ શરૂ થઈ ગયો દવાનો ડોઝ ઉલ્કા ચૂકી ન જાય એની તકેદારી આલોચના બહેન રાખતાં...
દવાનો ડોઝ પૂરો થયો ઉલ્કા ધીમે ધીમે ઠીક થઈ રહી હતી.
માનસિક પિડા તો દુર થાય છે દવાથી પરંતુ દિલની પીડા કોણ મટાડે? સંજીવની તારા પ્રેમની મળી તો બીજી સંજીવની શી અસર કરે?તેનો નાનપણનો પ્રેમ એવો પલકનુ આમ અચાનક દુનિયા છોડી જવું તેને માનસિક રીતે તોડી નાંખી હતી.વર્ષો વિતિ રહ્યા હતા.પરંતુ કશું જ નો'હતુ,બદલાયું નો'હતુ.
મૃત પ્રેમીનુ સંભારણું તેને ચોધાર આંસુએ રડાવતુ છાનેમાને આંસુ તો છૂપાવતી પરંતુ દિલ એક જ વાક્ય પુકારતુ,
'એ...એકવાર ફરી આવો આ દિલ સતત"તારી ઝંખના"માં વલોપાત કરે છે,મારી પાસે બધું જ છે પરંતુ તુ નથી આ દિલ "તારી ઝંખના"કાજે ઝુરે જાય છે...'સંવાદ આકાશમાં રહેલા તારાઓ સાથે ચાલી રહ્યો હતો,ઉજાગરામાં આખીય રાત વિતિ ગઈ.
✒️ *બાંહેધરી:હું શૈમી ઓઝા "લફ્ઝ" આપું છું કે આ મારી સ્વ રચિત અને અપ્રકાશિત રચના છે*
Comments
Post a Comment