ખોવાયેલો પ્રેમ...

ખોવાયેલો પ્રેમ...

ખોવાયેલો પ્રેમ શોધવા દીવો ન જોઈએ,જોઈએ વાગ છટ્ઠા જે છોડાવી દે સૌના છગ્ગા,
હાય હેલ્લો બહુ થયુ ચાલો નમસ્કાર પર આવીએ,
બહુ થયું ફાકડુ અંગ્રેજી હવે આપણી દેશીભાષા પર આવીએ.માતૃભાષા છે જનની મારી બીજી ભાષા છે,મારી માસી ને કાકી,
મૂળ રાજમાતા અમારી છે હિન્દી ને સંસ્કૃત એમાંથી છૂટી પડેલી મારી ભાષા સૌના મનમોહી લેતી,ને વિશ્વમાં ડંકો વગાડતી,બાર ગૌએ બોલી બદલાય પરંતુ કોઈ આડઅસર ન થાય માતૃભાષા જે લોકહૈયે છવાઈ ગઈ,કવિ નર્મદ અને,ઉમાશંકર જોષી,પન્નાલાલ પટેલ ને કલાપી જેવા વિરલ વીરલાઓ બક્ષિસ સ્વરૂપે આપ્યા,આવી મધુરી ભાષા મારી દિવસે દિવસે ભુલાતી જાય અંગ્રેજીની ચાહતમા એમ કેમ વિસરી જવાય...?દેશી ગોણા,જોડકણા,ની જગ્યાએ હિન્દી બોલીવૂડના અશ્લીલ ગીતોએ લીધી,ગરબા ભૂલાયા,ભવાઈ ભુલાઈ જગ્યા લીધી બે નંબરની ફિલ્મોએ આવી કહાની ક્યાં જીવન ફલકથી દિન પ્રતિદીન ભુલાઈ રહેલી મારી નાયિકા,ને શબ્દોરુપી અલંકારરુપી,મારી નાયિકાને આમ ભુલી જવી નથી યોગ્ય હૈયુ મન એક વાક્ય પુકારે 'ખોવાયેલા પ્રેમ'પરત જગાડો,જાગો ભાષાપ્રેમી જાગો... 

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts