કાવ્ય:હે ભારતભુમી...

*શબ્દસરિતા મંચ*
*રાષ્ટ્રવંદના પદ્ય-સ્પર્ધા*
નામ -શૈમી ઓઝા
ઉપનામ -"લફ્ઝ"
શીર્ષક-સાચી દેશભક્તિ
પ્રકાર- પદ્ય
રચના -

ધન્ય ધન્ય ભારતની ભૂમિ
તિરંગા છે ન્યારા..
શાંતિ,ત્યાગ હરિયાળીનો સંગમ છે,તિરંગા...
રીત જુદી રિવાજ જુદા,
ધર્મો ઝાઝાને માન્યતાઓ
ગજબની છતાંય ડોર એક,
દેશનો વાસી ગમે તે છેડે વસ્યો હોય પરંતુ 15મી ઓગસ્ટ ને 26જાન્યુઆરી ભુલ્યા ન ભુલાય,એ રાષ્ટ્રીય તહેવાર દેશનું હ્રદય કહેવાય"

જે તહેવારો તો દિલમા દેશભક્તિ અને જુસ્સો જગાડે દરેક નાગરિકની રગરગે દેશભક્તિનો સંચાર થાય એવો મારા દેશનો તિરંગો,

વીરોના બલિદાનોને લોહીના ટીપે ટીપે લથબથતો આ તિરંગો સૌના મન મોહી દેતો.દેશની આવામને પરસ્પર જોડી રાખતો.

વર્ષ બદલાય ને સાલ બદલાય પંદરમી ઓગસ્ટ પ્રજાસત્તાક તો છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિ કહેવાય...

એક વીરોના લીલા બલિદાની યાદમાં ઉજવાય દેશને આઝાદી મળી હતી,બહુ સત્યાગ્રહને ચળવળ બાદ,આ શ્રમયજ્ઞમાં કેટલીક માતા પુત્ર તો કેટલીક પુત્રી પિતા,કેટલીક પત્નીઓ પતિને ખોઈ બેઠી,
કેટલીક સ્ત્રીઓની ભૂમિકા સત્યાગ્રહમા મુખ્ય હતી.

પરંતુ કાનુન અંગ્રેજી શાસનના હતાં,હટાવી તેને
નવું બંધારણ ઘડાયુ,બાબા સાહેબ આંબેડકર ઘડવૈયા હતા જેને બંધારણ ઘડી 
નવો ચિદાર આપ્યો.
એ દિ હતો છવ્વીસ જાન્યુઆરી
નવા ભારતના નવા કાનુન અમલમાં આવ્યા,એ દિવસ રાષ્ટ્રીય તહેવાર કહેવાય,
26મી જાન્યુઆરી આવે ને દેશ આખોય તિરંગાથી છવાઈ જાય તો નજાકત દેશની દેખાય,પ્રધાનમંત્રીની અદભુત સ્પીચ જે દેશભક્તિની ભાવના જગાડતી સંજીવની છે,લાલ કિલ્લે લહેરાતો તિરંગોને આર્મી જવાનોની પરેઢ ન જોયુ તો પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસ જાન્યુઆરી તહેવાર છે,અધુરો.

દેશભક્તિના ગીત બે દિવસ શું કામ રોજિંદા ગણ ગણાવા જોઈએ.દેશની ગરીબી બેકારી અળસ બની ભાગે,અંધશ્રદ્ધાનો જડમૂળથી નાશ થાય તેવા પ્રયાસો થાય,વાતોને વાયદાઓ ફોગટ નહીં આ બાબતે કાર્ય કડકાઈથી થાય."વંદે માતરમ"ને પ્રતિજ્ઞાપત્ર તો હોશે બોલાવાય એનો અર્થ સાચો સમજાય એ જરૂરી,ભારત માતાને વંદન તો સાચુ ત્યારે કહેવાય જ્યારે દેશની ગંદકી,બિમારીની સાથે માનસિક વેરઝેર, કોમવાદ
ને નિરક્ષરતા ભાગે
દેશ સાક્ષર આખો થાય,ભ્રષ્ટાચારનો છેદ ઉડે કાળાનાંણાનો
સંગ્રહખોર આકરી સજા પામે,દેશની દરેક જનતાને 
રોટી કપડાં,મકાન મળી રહે,
કોઈ ભેદભાવનો શિકાર ન બને સૌ સમાન અસ્પૃશ્યતા ઝટ નાબૂદ થાય એ સાચી દેશભક્તિ.

હું શૈમી ઓઝા "લફઝ" બાંહેધરી આપું છું રાષ્ટ્રવંદના પદ્ય સ્પર્ધા માટે મારી આ રચના મારી મૌલિક રચના છે.

Comments