ફેબ્રુઆરી વેલેન્ટાઈન વીક સ્પેશિયલ❤️🌹🍫

ફેબ્રુઆરી વેલેન્ટાઈન વીક સ્પેશિયલ...

કોઈ વાર ગુલાબની કળી,
તો કોઈવાર પ્રેમનો એકરારથી ભાવ વિભોર કરી દો,
તો કોઈ વાર ચોકલેટ જેવા મીઠા બની જાવ,તમારી અંદર ઉતરવા મન ને દિલ વચ્ચે મીઠડો સત્યાગ્રહ છેડાઈ જાય,આ દિલ ન રોક્યુ રોકાય,તો કોઈવાર વ્હાલ કરવાથી પોતાની જાતને ન રોકી શકીએ એવા ટેડીબિયર બની જાવ,હૈયે ગમે તેટલો હોય રોષ,જે પળમાં વિસરાઈ જાય એવી નિર્દોષ આંખો,તો કોઈવાર વચનોરૂપી કાવાદાવા કરીને 
અતૂટ બંધને બાંધી દો મને,તો કોઈવાર પ્રેમભર્યુ આલિંગન આપી મને હૂંફ આપો,થોડું માંગુ ને વ્હાલ નો દરિયો દઈ દો,તો કોઈવાર નયનોથી જ રહસ્ય ખોલી દો છો,
તો કોઈવાર દિલમાં સદાયને માટે અકબંધ રહે તેવા ચુંબનો આપી મને દિવાનગી નો નશો ચડાવી દો,તો કોઈ વાર નિ:સ્વાર્થ પ્રેમ પણ આપી જાણો,
સમય સંજોગો ભલે બદલાઈ જાય આપણો પ્રેમ તો આજીવન આમ જ રહે,
એ તમારુ સરનામું તો જણાવો,આપ કયા લોકથી આવ્યા છો,તમને ઘણી નજાકતથી કુદરતે સર્જ્યા હશે,જ્યારે પણ તમારુ નામ પણ ભૂલથી હોઠે આવી જાય ને ચહેરે શરમની લાલિમાના આવરણો છવાઈ જાય છે, આ તે કેવી દાસ્તાન છે,ન સમજાય ન સહેવાય, આપની ચાહત મને વૈરાગ્ય ધરાવે સનમ કસમ આપની
આપ મારી પૂજા મારી ભક્તિ આપણે એજ જન્મોજન્મથી તરવળતા જીવ જેને મન આખુંય જીવન "પ્રેમ દિવસ"તો એક દિ શું કામ મનાવવો આ સમજ ન આવે,એકમેકના રંગે રંગાવવુ હોય દિલ પ્રેમને સમર્પિત હોવું જીવન જીવવા એકબીજાના હોવુ એ અહેસાસ જ કાફી છે...

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments