કૂબેરકાકા દ્વારા આયોજિત ટેટ1/2ના અવસરના શાબ્દિક વધામણાં...
કુબેરકાકા દ્વારા આયોજિત અવસર ટેટ:1/2ની જોરશોરથી તૈયારી હૈયે હરખના કંઈ તેડા આવ્યા વગર ઢોલ શરણાઈ વગર આ અવસર આવ્યો ને પાંચ વર્ષથી મીટ માડી બેસી રહેલા ઉમેદવારના દલડે ટાઢક વળી...કુબેરકાકા ના આ અવસરે...સૌના હૈયે હરખ ના બીજ વાવ્યા એક બેકાર તાલીમાર્થીની વેદના શું જાણો તમે ન ઘરના ન ઘાટના...પરંતુ કુબેરકાકા ના આ રહસ્યમય સમાચારે સૌના ચહેરા ખીલવ્યા,વિચારતા હતા કે કંઈ એવો ઝાટકો હજી સુધી નથી મળ્યો અરે...રે...આ શુ પળેપળ મળતાં ઝાટકાતો તનમનને બાપુ સજાગ કરે...કૂબેરકાકાના રાજમાં આવ્યા સમાચાર... ને અમે લાગી ગયા 23/4/23ના અવસરની જેની ચાતક નજરે રાહ જોવાયેલી એની તૈયારી કરતાં હરખ સમાયો ન સમાય આ અવસર આમ ઓચિંતો આવી ગયો.કુબેરકાકા નો આદેશ મળે ને તાલીમાર્થીઓ ને ગાય જ્યા દોરવામાં આવે ત્યાં જાય આવો અવસર આમ એકાએક આવી ગયો...અવસરની તૈયારીમાં સમય ઓછોને દોડદામ વધુ...આ અવસરના આગમનની રાહ ને ઉજવણી સૌ ભેગામળી હરખે કરીશું...
બી.એડ.ને ડી.એલ.એડ.ના તાલીમાર્થીઓ આ અવસરની કંકોતરી વધાવવા તૈયાર થઈ જાવ...હિંમત ને આત્મવિશ્વાસ સાથે કદમથી કદમ મિલાવજો વ્હાલા...સમય સમજાવશે...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment