કાવ્ય:ટેટ1/2ના આગમન પર આધારિત
એ...મંગલ ઘડી આટલી જલ્દી આવી જશે એની ખબર ક્યાં હતી આ પરીક્ષાનો ઢોલ ઢબુકશે આટલો મજાથી એની ખબર ક્યાં હતી, ન કોઈ ચીઠ્ઠી ન કોઈ સમાચાર આમ એકાએક રહસ્યમય કવર જલ્દી ખૂલી જાશે આવી ખબર ક્યાં હતી...આ રૂડો અવસર આમ વણનોતર્યો આવશે એની ખબર કોણે હતી?આ મંગળ ઘડીને ન તો બહુ દિવસો બાકીને એને આનંદથી આ અવસર ઉજવીશુ...ને ઈશ્વર ચલાવશે તે રાહે સૌ ચાલીશુ...એ હાલો કૂબેરકાકાની નોટિસના વધામણાં કરી થોડી ચોપડી ખોલી જનરલ નોલેજની દુનિયામાં ઉતરીએ...સૌ કોઈ ડાહ્યા બની જાવ નહીં તો આ અવસર પાંચ વર્ષ સિવાય કોણે ભાળ્યો છે? હજી તો અવસરની વાતો જ થાય ને કૂબેરકાકાની સરકારે આપ્યો એક હ્રદય હચમચાવે તેવો મેસેજને જોવો સફર શરૂ થઈ ગઈ, અમે તો પઢાકુ બચ્ચા બની ગયા.આવ્યો અવસર સુખની દસ્તક થઈ વાગ્યા ઢોલ નગારાને તારીખ જાહેર થઈ,આજ વાચીએ કાલ વાચીએ એ આળસ હવે ઉતરી ગઈ.
આ અવસરનો લાહ્વો લેનાર વિદ્યાર્થીઓ અડધા ઘરડા થયા પછી ફૂકાઈ શરણાઈ આ સુખમંગલની...
સૌ બી.એડ.અને ડી.એલ.એડ.ના તાલીમાર્થી ભાઈ ઓ બહેનોને આ આવનારી ટેટ 1/2 પરીક્ષાની લખ લખ વધાયુ...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment