કાવ્ય:કળી...



             કવિતા દિવસ

મનની વાતને રજુ કરતી એક કડી,
વિચારને વિચારોનો સંગમ કરાવતી કડી,
હૈયે ઉમટી રહેલા ચક્રવાતને શાબ્દિક રીતે શણગારતી એક કડી,
વેદના લાગણીઓને શાબ્દિક હારમાળાથી બનતી એક કડી,સફરે સફરે નિકળતા શબ્દોથી બનતી કડી,કડીઓની હારમાળાથી ગુંથાતી એક કડી,કવિઓનુ હથિયારને વાગદેવી શારદા દ્વારા પ્રદાન વિદ્યાને રજુ કરતી કડી,
વિચારોને શબ્દોને પરસ્પર છેદતી એક કડી એ...મનને હળવું કરતી એક કડી એ કાવ્ય.


શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts