કાવ્ય:નારી...

         એ...મંદિરમાં પુજી બહાર 
બદનામ કરશો નહિ અમને સન્માન કરતાં પ્રેમની ઝંખના છે,

દરેક અલગ વ્યક્તિત્વ ધરાવે છે,સ્ત્રી પુરુષ સંસારરૂપી રથના બે પૈડાં છે.છતાંય એક પૈડું ઉચ્ચ ને બીજું પૈડું નિમ્ન શું કામ ?

જવાબદારી બેઉની સરખી પરંતુ ફરજ બજાવવાની માથાકુટ એક પર શુ કામ?

સંસાર છે ચાલ્યા કરે આ કહી ખોટા આશ્વાસન આપી ગેરમાર્ગે શું કામ દોરવામાં આવે?

સ્ત્રી પુરુષ છે એક સમાન તો અસ્તિત્વની લડત એક પક્ષ શું કામ લડે?

જ્યારે વૂમન ડે આવે એટલે 
સોશિયલ મીડિયા પર ચોચલા શરૂ પરંતુ વુમન ડે એક દિ શું કામ આજીવન વુમન ડે કેમ ન મનાવી શકાય?

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts