આર્ટિકલ:ભક્તિ ની શક્તિ...

*નામ+  ઉપનામ :-*શૈમી ઓઝા "લફ્ઝ"
*પ્રકાર :-*આર્ટિકલ
*શીર્ષક :*ભક્તિની શક્તિ...
-----------------   
*શબ્દ સંખ્યા:-*


"એ...માત ભવાની,
દૂર્ગેશ્વરી જગ પાલિકા,શિવના છો શક્તિ તમે અનુપમ છે રૂપ નિરાળુ,કરજે માં મનમાં અજ્ઞાનરૂપી અંધકાર કાપી અજવાશ કરજે,સકળ મનોરથ સૌના પુરા કરજો,હૈયે આનંદ થાય,

એને વર્ણવવા શબ્દ છે અસમર્થ.

પરંતુ એક વાત સમજ ન આવે નવરાત્રિ જાય પછી માતા ને માતાના સ્થાનક પણ વિસરાઈ જાય,આ તે કેવી ભક્તિ."
            ચૈત્રી નવરાત્રિનો માહોલ છે,ચૌતરફ જય માતાજીનો નાદ ગૂંજારવ કરે છે,ચૈત્રના શુક્લ પક્ષે આ પર્વની શરૂઆત થાય છે.ઘટ સ્થાપના કરવી માતાના નવરૂપોના ગુણ ગવાય.
કોઈ ઉપવાસ કરે છે તો કોઈ અનુષ્ઠાનથી માતાને વિનવે છે.તો કોઈ મંદિરોમાં દાન કરે છે,તો કોઈ હવનનુ આયોજન કરે છે જેવી ભક્તિ એવી શક્તિ.

પરંતુ ભક્તિનો રંગ તમારા શુન્યમય જીવનને ખુશનુમા બનાવી દે છે.

પહેલા દિવસે શૈલપુત્રીમાતાથી લઈ નવમા દિવસે સિધ્ધિદાત્રી માતાની આરાધના કરે છે.માતાના નવરૂપો આપણને કંઈકને કંઇક શીખવે છે.
શૈલપુત્રીમાતાનું રૂપ ત્યાગ,આંખને આંજે છે,બ્રહ્મચારિણી માતાનું રૂપ તપસ્યા,ચંદ્ર ઘંટા માતા સાહસ,કુષ્માડા માતા વિશાળ હ્રદય, સ્કંદ માતા પોતાના પુત્ર સ્કંદ ના રક્ષણ માટે હંમેશા તત્પર રહે છે.કાત્યાયની માતા સંઘર્ષ અને નકારાત્મક શક્તિ ની ડર નહીં પરંતુ સામનો કરતાં શીખવે છે,કાલરાત્રી મૈયા જે નકારાત્મક શક્તિથી બચાવે છે,મહાગૌરી માતાની ભક્તિ કરવાની મનવાંછિત વર મળે છે.અને સૌદર્ય પણ સોળેકલાએ ખીલી ઉઠે છે.સિધ્ધિદાત્રી માતાની આરાધનાથી દસ મહાવિદ્યાનુ ફળ મળે છે ને દરેક ક્ષેત્રે સફળતા મળે છે.આ રહ્યો માતાનો મહિમા ક્યારે કોઈનુ મનથી પણ ખરાબ કરવાની વૃત્તિ,અદેખાઈ, હિંસાથી દૂર રહેવુ,કોઈને છેતરવાની હિનવૃતિ,કોઈનુ આંચકી લેવું પાપથી પોતાની જાતને દૂર રાખવી.
  
       આ દિવસે ખાલી માતાની મનમોહક છબી જોઈ જાપ જપવાથી નવરાત્રી કર્યાનુ ફળ પ્રાપ્ત થાય છે.ભક્તિની શક્તિનો પૂરાવો ન હોય શ્રીમદ ભગવતગીતામાં પણ ક્યાં શ્રીકૃષ્ણ ભગવાને સહી કરી છે,શ્રદ્ધા અને આસ્થા જ માણસને ક્યાંથી ક્યાંય પહોંચાડે છે?

       વૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયું કે એક શક્તિ આપણી આસપાસ ઉપલબ્ધ છે.ચૈત્રી નવરાત્રી નુ ધાર્મિક રીતે મહત્વ તો છે સાથે વૈજ્ઞાનિક રીતે પણ.
ભક્તિ આપણને જોવાનો દ્રષ્ટિકોણ બદલે છે.કોઈ શક્તિ તો છે આપણી સાથે કે  જેનાથી 
જે આપણને ટકાવી રાખ્યા છે.જેની આગળ આપણે દિલ ખોલી રોઈ શકીએ છીએ, મનની વાત કરીએ ત્યારે આપણું કામ થઈ જ જશે એવા આત્મવિશ્વાસનો સંચાર આપણા દિલમાં થાય છે.
જે આપણી ભિતરે સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે તે પૂંડલીની શક્તિ.જે આપણી નાભીમાં સ્થિત છે.એવી જ તાકાત ભક્તિ અને શ્રદ્ધામાં પણ છે.જે આપણાથી અશક્ય કામ ને પણ સરળતાથી કરાવે છે.પરંતુ શ્રદ્ધા ની શક્તિ ચમત્કાર થી જ જાગે છે આ કળિયુગનો સમય છે તો.અને આપણી આસપાસ એવા સંજોગ સર્જાતા પણ હોય છે કે જેને જોઈ આપણા દિલમાં ભક્તિના બીજ રોપાય.કાલની આકસ્મિક ઘટના વૈજ્ઞાનિક હતી, ચંદ્રની નીચે શુક્રગ્રહ દેખાવવો પરંતુ સૌ કોઈ આસ્થા સાથે જોડી રહેલા... કેમકે કુદરત હંમેશા એવી લીલાઓ કરી આપણને કળિયુગમા પણ હાજરા હાજૂર હોવાનું પ્રમાણ આપે છે.માનવ તારાથી પણ ઉપરી શક્તિ છે.એ ન વિસર તું....

✒️ *બાંહેધરી : હું શૈમી ઓઝા "લફ્ઝ" આપું છું કે આ મારી સ્વ રચિત અને અપ્રકાશિત રચના છે*

Comments

Popular Posts