બાળપણ...

ફરી ક્યારેય આવશે બાળપણ...

આ મધુરા દિ ફરી ક્યારેય આવશે?
ફરી બાળપણની સફર કરાવતું ટાઈમમશીન ક્યારે આવશે?

વાતેવાતે રિસાઈ જાવું,આ જ ટૂકડીની દાદાગીરી કરી સત્તા સ્થાપિત કરતા દિવસો ક્યારે આવશે?

અંચાઈનુ ફળ,બૂંદ લગાડવી આવા શબ્દો ફરી ક્યારે વાપરશુ એક ઘરથી બીજા ઘરે ,ખેતરમાં ઠંડો પવન ફરી ક્યારે ખાશુ?
આ બાળપણ ક્યારે પરત મળશે?

યુવાનીનુ ભારણ સામાજિક જવાબદારી થકવી નાંખે છે?ફરી આ દિવસ ક્યારેય આવશે?ફરી આ બાળપણ ક્યારે આવશે ?

વાતેવાતે ઝગડી પડવું,આજ ઝગડો કાલ મેળાપ ખોવાયેલા સબંધો ફરી ક્યારે મળશે?જે આપણે યાદ સ્વરૂપે છોડી ગયેલા.
ફરી ક્યારે આવશે બાળપણ

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts