ટાટ:1/2ની પરીક્ષામાં આવેલ દ્રિસ્તરીય પધ્ધતિનું સ્વાગત...




ટાટ:1/2ની પરીક્ષામાં આવેલ દ્રિસ્તરીય પધ્ધતિનું સ્વાગત...

અવસર પત્યોને મોટી હાશ થઈ
શું ખબર કે અવસરના પડઘમ રાજ્ય બોર્ડમાં એવા ગાજ્યા
કે બીજો અવસર આવ્યો,આટલો જલ્દી બીજો અવસર આવશે,એવી ક્યાં ખબર હતી,આવીને આમ ચકિત કરશે એની ખબર શું હતી?
સુખના સુરજ મળ્યા પણ પડકાર ગજબનો આવ્યો ટાટ:1 અવસર આવ્યો ને પાર્ટ:1મા,0.25 માઈનસ જોઈ લાગ્યું કે દુખમાં અધિક માસનુ આવવું..
રુવાડા ઊભા થયા,હવે શું થાશે એ તો દિલમાં ઉત્સુકતા અકબંધ જ છે,આ શુ તન મનમાં હડકંપ મચી ગયો,દ્રિસ્તરીય પદ્ધતિ જોઈ કાળજું કંપી ઉઠ્યું,એકાએક લાગ્યો ધક્કો ઊંડા શ્વાસ લઈ
ધબકારા શાંત કર્યા ત્યારે આનંદ મંગલ થઈ ગયું, આમ જ સફરની નવી વાંકી ચૂંકી ગલી આવી નામ સાંભળી તો ડોળા નિકળ્યા પરંતુ હૈયે હામને સકારાત્મક શક્તિ હોય તો કોઈ પણ પડાવ મંજૂર છે,મહાદેવ મહારાજ ને પાર્વતી રાણીનો હાથ જ્યાં હોય ત્યાં આનંદ જ આનંદ છે,પરમતત્વ ની મદદથી કોઈપણ પડાવ સામે ઝઝુમવા તૈયાર અમે ભાવી શિક્ષક દેશ ઘડવૈયા અમે,અંધકાર કાપનાર પડકારો ઝિલનાર અમે,દેશનુ ઘડતર કરી દેશને વિકાસશીલથી વિકસિત તરફના લક્ષ્યાંકને ખરા અર્થમાં સાર્થક કરનાર અમે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપનાર અમે...નવયુગ રચનાર અમે...સરસ્વતી ના પરમ ઉપાસક ને પડાવ અમને મંજૂર ને પરિસ્થિતિમાં પોતાની જાતને ઢાળનાર અમે...

જય મહાદેવ જય પાર્વતી...

શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts