સામાજિક લેખ: આજનું ભણતર

           

         આજનું ભણતર...

         દરેક યુગમાં શિક્ષણ તેની વિશેષતાના કારણે પ્રચલિત છે.પ્રાચીન સમયમાં શિક્ષણની વ્યવસ્થા કંઠસ્થ કરી રજુઆત કરવાની હતી,આશ્રમ વ્યવસ્થાનો એક ભાગ હતી.ત્યાં રહીને ભણવાનું,સાથે સાથે કાર્ય પણ કરવાનું હતું.વેદ ઉપનિષદોના શિક્ષણથી તો વિદ્યાર્થીઓ આધ્યાત્મિકતા તરફ પ્રયાણ કરતાં હતા.

       પરંતુ જેમ જેમ યુગ પરીવર્તન થયું તેમ શિક્ષણની વ્યવસ્થામાં પરીવર્તન આવ્યું.શિક્ષક બોલે જાયને વિદ્યાર્થીઓ સાંભળે રાખે આ વ્યવસ્થા પણ તો વિદ્યાર્થીને માનસિક રીતે થકવી દેતી હતી.અને 2019મા કોવિડનુ આગમન થતા શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે.ન તો ભણતર નો ભાવાર્થ નિકળે,ન ચણતર થાય, કે ન ગણતરનો તો ગ એ ન આવે,જે ભણાવવામાં આવે એ જીવનમાં ઉપયોગી કેમ થાય એ બાબત બાળકોને સમજાવવા જ રહ્યા,આ સ્પર્ધાત્મક સમય છે માની લીધું,બાળક કોઈ સ્પર્ધા માટે ની સામગ્રી નથી એ વાત પણ શિક્ષક અને વાલીઓએ સ્વીકારવી જ રહી.

અત્યારની શિક્ષણ વ્યવસ્થા ટેકનોલોજી સંલગ્ન બની ગઈ,કોવિડની પરિસ્થિતિએ વધુ ને વધુ આપણને ટેકનોલોજી સાથે જોડી દીધા.હાલત આ થઈ કે બાળકોનું લેખન અને વાંચનનો મહાવરો તો વિસરાઈ જ ગયો બાળકો આળસુવૃત્તિ તરફ ધકેલાઈ ગયા.એની અસર પરિણામમાં જોવા મળી રહી છે.અને ધો 9 સુધી બાળકોને નપાસ કરવા નહીં એ નીતિ એ તો બાળકોને પરીક્ષાના ભયથી કંઈક વધુ જ મુક્તિ અપાઈ.

     આજની શિક્ષણ વ્યવસ્થા ખાલી પુસ્તિકીયા જ્ઞાન પુરતી જ સિમિત રહી છે.બાળક જે વિષયમા સારા માર્ક લાવે તેને તે વિષયનો જ્ઞાતા કહેવાય,આ વાત માની લેવી એ મોટી ભૂલ છે.ગોખણપટ્ટીનો સહારો લઈને પણ ટકાવારી લાવી શકે ને.જેનાથી મગજ પર સતત ભારણ રહે છે.

      બેગલેસ શિક્ષણ બહુ સરસ આયોજન છે એ માટે સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.બાળક પર ભણતરનો ભાર નહીં રહે ને બાળકમાં સર્જનાત્મકતા ચિંતનાત્મકતાનુ ઘડતર તો થાશે ની સાથે સાથે સર્વાંગી વિકાસ પણ થશે વજન ઉપાડવાની ઝંઝટથી મુક્તિ મળશે તો બાળકનું પણ મન અભ્યાસમાં પરોવાશે...

બાળક ભણવાની સાથે આજુબાજુના વાતાવરણમાંથી પણ શિક્ષણ મળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવી જોઈએ.જેથી બાળકનો સર્વાંગી વિકાસ શક્ય બનશે આત્મવિશ્વાસમાં વધારો થશે ને ભારતને શ્રેષ્ઠ નાગરિકો પણ ભેટસ્વરૂપે મળશે.

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts