કાવ્ય:પ્રેમ દિવાની...
🖋🖋🖋🖋🖋🖋🖋🖋📚 *સાહિત્ય જગત*📚
(કલમ-ઓળખ તમારી)
*SJ NO.- 12*
*ગદ્ય પદ્ય સ્પર્ધા*
🖋 *પદ્ય વિભાગ*🖋
*સ્પર્ધા શબ્દો*
પ્રેમ દીવાની
વિશ્વાસની કિંમત
મૌન છું
*નામ+ ઉપનામ :-*શૈમી ઓઝા "લફ્ઝ"
*પ્રકાર :-*અછાંદસ કાવ્ય
*શીર્ષક :-*પ્રેમ દિવાની...
*શબ્દ સંખ્યા:-*
સદીઓની તરસ છે મિલનની
આમ કેમ છિપાય,પ્રેમદિવાની તારી
શ્યામા જોગણ બની તારા પ્રેમમાં...
રાણોજી ઝેરના પ્યાલા મોકલે
તો ઝેર પચી જાય પરંતુ દિલમાં અંકાઈ ગયેલી છબીને એમ કેમ વિસરાય?
રહેવું રાજસ્થાન મારે,રાજપાટ ડંખવા આવે,દ્વારકાની ચુંદડી ઓઢી
ઘનશ્યામ, મનમોહનને વરવા,
કોઈ કહે બાવરી કોઇ કહે લોકલાજ
છોડનારી બેશર્મ,
જેનું તનમન શ્યામને નામ હોય
તેવા મીરાંબાઈ પ્રેમ કરવો શીખવી ગયા...
કોઈ કહે રાધા કોઈ કહે મીરા,
કોઈ કહે રુકમણી તો કોઈ કહે સત્યભામા નાર તૂજ સંગ નામ જોડે,
તો કોઈ તને પામવા માત કાત્યાયની ને શરણે અરજ પ્રેમની મૂકે,
પણ કળિયુગમાં કાન સરળતાથી કોને મળ્યો છે?
પ્રેમનો રંગ છે મજાનો,પરંતુ ભક્તિનું સંયોજન આ રંગને શુદ્ધતા અપાવે,
દૂનિયાથી લડતી રીત રિવાજોને નકારતી પ્રેમ દિવાની શરણે તારે આવી છે,એક પ્રેમ દિવાની તારો પ્રેમ પામવા જોગણ બની...
આમ લાંબુ રિસામણુ ન પોસાય કાના
એકવાર પ્રેમ દિવાનીનો પ્રેમ મંજૂર કરો વાલમ,કાન તરસે મધૂરી મોરલી સાંભળવા ગાયો પણ ભાંભરે,
દિલરુપી વૃંદાવન આજેય સુનુ છે,એકવાર પ્રેમદિવાનીના પ્રેમની અમાન્યા જાળવો,પ્રિતનુ પાનેતર ઓઢી ભવસાગર તરી જાવુ,
પ્રેમના રંગે રંગાઈ મારે પ્રેમદિવાની બની જાવું,સ્વયં માં આપને શોધતી રહું છું,રાત દિવસ આપને સ્મરુ છું,
પ્રેમનો રાહ છે કપરો,આપનો પ્રેમ જ
મૂજને જીવાડે,શ્યામ નામ જ હૈયાનો
ધબકાર ને રાધે કુંજબિહારી જીવન
સંગીત પ્રેમદિવાનીનો અધૂરો શૂર પુરાવવા આવજો, એકવાર વૈકુંઠ છોડી પ્રેમદિવાનીને મળવા આવજો...
સપનું હતુ આપના બનવાનુ શ્યામા,
એક તારો ખર્યોને એક મન્નત શું રાખી,રાસલીલા પ્રત્યક્ષ નિહાળીને
આપની પ્રેમદિવાની બની ગઈ,સાહિત્ય પ્રિયા લફ્ઝ, આપની પ્રેમ દિવાની બની ગઈ...
✒️ *બાંહેધરી : હું શૈમી ઓઝા "લફ્ઝ"આપું છું કે આ મારી સ્વ રચિત અને અપ્રકાશિત રચના છે*
Comments
Post a Comment