પ્રસંગોપાત વર્ણન

પ્રસંગોપાત વર્ણન...

આજે હું વાત કરી રહી છું પ્રસંગ મુજબ ઘટનાની પ્રસ્તુતી કરું છું...

જીવન દરેક પ્રસંગોની શ્રૃંખલાથી તો બને છે...જીવનમાં દરેક ઘટના આપણને કંઈક ને કંઈક શીખવે છે.આપણે ઘટના ક્રમથી તો શીખીશું...

     ઘટના તો આપણી સાચી શિક્ષક છે...હું મારા જીવનની એવી જ ઘટના ક્રમ રજુ કરી રહી છું...

હું બેચલરથી બી.એડની સફર કહીશ...

શરૂઆત બી.એ.ની ડીગ્રી પૂરી થઈ પછી હું જોતજોતા બી.એડ.માં એડમિશન લીધું.એ પહેલાં એક પરીક્ષા હતી જે એન્ટ્રન્સ ટેસ્ટ.

       વગર વાંચે ટેસ્ટ આપ્યો પણ સમય સંજોગ વશ મેરિટમાં આવી ગઈ.પછી એડમિશન માટે દોડાદોડ થઈ...પણ છેવટે બી.એડ.ની શરૂઆત થઈ.

        આ સફર કોઈ વાર ખાટી તો કોઈ વાર મીઠી...છ રસોથી ભરપુર હોય છે.જેમ જેમ દિવસો જતાં ગયા તેમ અનુભવ જગત પણ વિકસ્યું.વ્યક્તિ ત્વ ઓળખતાં શીખાયુ.બે ચહેરા પણ હોય છે લોકોના આ સમજ તો અહીંથી જ કેળવાઈ એટલે પોતાની જાતને હંમેશા લોકા સમક્ષ અસુરક્ષિત હોઈએ તેઓ ભાસનો જન્મ પણ અહીંથી જ થયો.

         અને જોતજોતામાં જે સમયની રાહ જોવાઈ રહી હતી એ ઘડી હતી ઈન્ટર્નશીપની.

પહેલી ઈન્ટર્નશીપ ખુબ અટપટી હતી. પરંતુ જેમ જેમ સમય જતાં તેમ તેમ માનસનુ ઘડતર થતું રહ્યું.પરંતુ માસૂમ ચહેરાની અંદર નિર્દોષ ઈશ્વરને જોયા છે.તેમની કાલીઘેલી ભાષા મા એજ ઈશ્વરની અમૃતવાણી સાંભળી છે.જાણે હું સૌ બાળકની માતા ન બની ગઈ હોવ એવો આભાસ સતત થતો રહે છે.એમની લાગણીઓ ને સમજવી,એમની સાથે ભળીને બાળક બનવું.આ તો શીખવા મળ્યું છે. કોઈ વાર સોટી ઉપાડવી તો કોઈ વાર વ્હાલ વર્ષાવવુ આ તો આદત સમય સંજોગોવશ પડી છે.સમયસર પહોંચવુ શિસ્ત અને અનુસાશનની ટેવ પહેલાં આપણે જ કેળવવી પડે છે.કેમકે બાળકો આપણું અનુકરણ કરે છે.એ મેં આ વાત આ ઈન્ટર્નશીપ સમયે શીખી છે.પોતાની જાતને સતત અપડેટ કરતાં રહેવું, આજીવન શીખતાં રહેવું. આ વાત શીખવા મળી છે.મનથી સન્યાસી માણસ સાચો શિક્ષક બને છે આ વાત શીખવા મળી છે. પોતાની જાતને નિષ્કલંક અને દોષરહીત રાખવી તે શીખવા મળ્યું મને.

      મને ભગવાને જન્મારો નિર્દોષ ચહેરાઓને કેળવવા અને ભારતનું ભાવી ઘડવા માટે ન આપ્યો હોય તેવો અહેસાસ થયા કરે છે.મારો હંમેશાં પ્રયાસ રહેશે કે મારા વિદ્યાર્થીઓ મારાંથી સારા ગુણોને ગ્રહણ કરે.આ જન્મ ક્યારેય એળે ન જાય એવા સતત પ્રયાસો રહેશે...

શૈમી ઓઝા "લફ્ઝ"

Comments

Popular Posts