ગુજરાત સ્થાપના દિવસ...
ગુજરાત સ્થાપના દિવસ...
ગુજરાતની પાવન ધરા,
વંદન કરવા જોગ,યાત્રાધામને
સંતોની ભૂમી,નાનુ કાશી કહેવાય
ગુજરાતની વંદના કરીએ એટલી
ઓછી,પહેલી મેં એ છૂટુ પડ્યું ગુજરાત ને મહારાષ્ટ્ર...ગાંધી,મોદી વલ્લભભાઈ પટેલ ગુજરાતની ધારાએ આપેલ ભેટ, અંબાણી ને અદાણી જે બન્યા સંકટ સમયે મસીહા,આવી ધરામા જનમવુ સદભાગ્યથી ઓછું ન કહેવાય સોમનાથ કેરુ પાવનધામ,અંબાજી ને પાવાગઢ પર્વત શક્તિપીઠ,માતાને મઢ બેઠી આશાપુરા માત,તળાજા નરસિંહ મહેતા જે પ્રભાતિયાં રચી શ્રી કૃષ્ણના આશિષ મેળવનાર...
એ.બી.સી.ડી.ની બહુ જાફત ઉડી,હવે ક,ખ,ગ,ગણગણીએ...
હિન્દીગીતો બહુ ગાયા હવે ગુજરાતી ગરબાના તાલે ઝૂમીએ,
હિલસ્ટેશન બહુ ગયા થોડા ધાર્મિક ને ઐતિહાસિક બની
બહુચરાજી શક્તિપીઠ,ને રાણીની વાવ,મોઢેરા સુર્યમંદિર જે છે ગુજરાતની શાન..એ શાનની મુલાકાત લઈએ,
ગુજરાતના રાસ ગરબા ધુન મચાવે વિશ્વમાં,
શાકને દાળમાં ઉમેરાતો ગોળ ને ખાંડ સબંધોમાં મિઠાશ લાવે ફાફડા જલેબી ને ખમણ ઢોકળા ગુજરાતના વિદેશીઓને ચસ્કો લગાડે...થોડો ચસ્કો આપણે પણ લગાડીએ..
સૌ પહેલો સુર્યોદય દાહોદમાં થાય...આવા ખમીરવંતી ગુજરાતણ હોવાનો ગર્વ ભારાભાર થાય આવી પાવનધરા ગુજરાત પર લખાય એટલું થોડુક...જલારામ ને જેસલતોરલની સમાધી જે જોવા સૌ કોઈ ઉમટે ને એક લાગણીનો નાતો જોડી જાય, આવો પ્રેમને માયા મેલી કોને પરદેશ જાવુ ગમે,જય ગરવી ગુજરાત...બોલી થોડી ગુજરાતની વંદના કરીએ...
શૈમી ઓઝા "લફ્ઝ"
Nice artical
ReplyDeleteઆભાર જી
ReplyDelete