બી.એડ.ની અવિસ્મરણીય મુસાફરી2021થી 23ની સફરમાં આવેલા વળાંકો.

બી.એડ.ની અવિસ્મરણીય મુસાફરી 2021થી 23ની સફરમાં આવેલા વળાંકો...

30/5/23

બી.એડ આજે પુરુ થયુ ને મગજ થોડુ હળવું લાગે છે,માઈક્રોપાઠથી વાર્ષિક પાઠની સફર ક્યારેય પુરી
થઈ એ હજી વિચાર કરીએ છીએ,2021નો દિવસ ગુરુવાર હજીય મગજમાં ટકોરા કરે છે,સણોસરાનો પ્રવાસ હજીય અમને બોલાવે, આણંદ અને કઠલાલના મિત્રો... હજીએ રાડો પાડે જલ્દી કામે લાગો આપણે ટાસ્ક પૂરો કરવાનો છે,એક યાદ એકબીજાના ફોનમાં નંબર સ્વરૂપે આપી અલગ પડ્યાને પછી
ટાસ્ક ટાસ્ક રમતની મોટી હારમાળા
નો છેડો ક્યારે આવી ગયો એની ખબર જ ન રહી.ઈન્ટર્નશીપ ત્રણ જેને અમને વિદ્યાર્થી મટી ક્ષણિક માસ્તરાણી બનાવેલા.આ સફરમાં બાળકોસાથે બાળક બનેલા, નવી નવી જાણકારી મેળવી જોતજોતા શુક્રવાર 2023આવી ગયો,આ સફર માની લો કે બે દિવસની જ હોય તેમ અહેસાસ થાય છે.પરંતુ આ બે દિવસ ની સફરે અમને સજાગ કર્યા... અભ્યાસક્રમ કરતાં જીવનજીવવાની બાળ માનસ સુધી કેવી રીતે પહોંચવુ તેની સીડી આપી.
પર પરીક્ષાનો અને પરિણામનો ડર કેવી રીતે છુ મંતર થઈ ગયો એની ખબર જ રહી...

આમ જ બે દિવસની સફરે નવરસોની મુસાફરી કરાવી...પેડાગોજી અને અવલોકને પોતાની જાતનુ અવલોકન કરતાં શીખવ્યું...તો કોઈવાર વૈજ્ઞાનિક, સર્જક, રિપોર્ટર,તો કોઈ વાર. મોડેલ પણ બનેલા.દિવસ બેને ભૂમિકા ઝાઝી,કોઈ પણ પડકાર ઝીલવા માટે મજબૂત બનાવ્યા,ઈશ્વરત્વથી વાકેફ કરાવ્યા.કાલીઘેલી ભાષા હજીય કર્ણપટલે રમે છે...

આ દિવસ યાદ આવે તો હજીય એમ જ લાગે કે બી.એડ.નો 31નંબરનો ક્લાસ અમને પુકારે આવી જાવ..નિલમમેડમ અને નિષાદસરની સુચનાઓ અને એકાએક નોટિસ ગ્રુપમાં મૂકી અમને ઊંઘમાંથી ઉઠાડી કામે લગાડવા,મગજમાં હજીય અમને વર્ગખંડમાં હોવાથી અનુભુતિ કરાવે છે.
જયશ્રી મેડમનુ અમારી સાથે હળીમળી જવુ પોતે અધ્યાપક છે તેમ ભુલી મસ્તીમાં જોડાવવુ આ એક વિનમ્રતા સુચવે છે.નિલમમેડમ જોડે તો ક્યારે મેડમ જેવું ન લાગતા મિત્ર જેવું જ લાગ્યું છે...

હોસ્ટેલ ની રસોઈ નો ચસ્કો એવો તે લાગ્યો કે,ઘરની રસોઈ પણ ગળે નથી ઉતરતી.

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડરની યાદોની સફર આજે પૂરી થઈ ગઈ...

પરંતુ જીવનમાં ઘણું બધું શીખી ગયા...

એક યાદ..છે જેના આધારે ટાઈમ મશીન વગર ભૂતકાળમાં જવાય છે...

થોડું લફ્ઝના લફઝમા...

©શૈમી ઓઝા "લફ્ઝ"




Comments

Popular Posts