વ્યસનની સજા...

                વ્યસનની સજા

*નામ+  ઉપનામ :-શૈમી ઓઝા "લફ્ઝ"
*પ્રકાર :-*લેખ...
*શીર્ષક :-*વ્યસનની ઘંટડી  દીધુ મોતને આમંત્રણ..
*શબ્દ સંખ્યા:-*150

"વ્યસન"એટલે વધુ ને વધુ ડુબાડી દે એ વ્યસન... એ વ્યસન કોઈ પણ હોઈ શકે છે?કોઈને ઊંઘનુ હોય તો કોઈને અતિશય ખાવાનુ.

જીભને એકવાર ભાવે છે ને 
એ વસ્તુ ન મળે તો ચિડિયાપણુ વર્તાય તેને વ્યસન કહેવાય.

આજકાલ વ્યસન કરવુ યુવાનો માટે ફેશન ગણાય છે...આ ફેશન છોકરાઓ પુરતી નહીં પરંતુ વૃદ્ધ મહિલાઓ પણ આ ફેશનને માણતી થઈ છે...નશો કરવો મર્દાનગી ગણાય છે.પરંતુ આ મર્દાનગી ક્યારે યમરાજની કંકોત્રી આપશે એની ખબર નહ રહે માટે ચેતી જાવ...

દારૂ,તમાકુ,વિસ્કી,વોડકા,જેને એકવાર ચાખી લીધા પછી વારંવાર તેની તરફ આકર્ષે છે પરંતુ સાવધાન... નશો છે મોતની સીડી.તેનાથી પરિવાર થાશે તબાહ...

આ એક એવો દાનવ છે જે હસતા ખેલતાં ખુશીઓ છીનવી લે છે.ઘણીવારની વ્યસન આદત જીવ લે છે.માણસ પરિસ્થિતિથી હારે હારથી કંઈ રસ્તો ન જડતા માણસ વ્યસનનો સહારો લે છે.જે માણસને લાંબાગાળે ખોખલો કરી નાંખે છે.જ્યારે અહેસાસ થાય ત્યારે જીવનનો ક્ષણિક સમય જ બાકી રહ્યો હોય છે.વ્યસનની મજા ક્યારે મોતની સજા બની જાય છે.

વધુ પડતી ચા મા આવેલુ ટેનીન જે વારંવાર તેની તરફ આકર્ષે છે,દે લાંબા ગાળે નુકશાન કર્તા છે.કોફીમાં આવેલું કેફીન જે કબજિયાતને નોતરે છે.
વધુ પડતી કોઈ પણ વસ્તુ તમાકુની અંદર આવેલ નિકોટીન જે શરીરનાં જઠર,આંતરડામાં સડો ઉત્પન્ન કરે છે.
મસાલો પાંત્રિસનો જે ધીમી ગતિએ યમધામનો દરવાજો ખખડાવવા માટે કાફી છે.જડબાનુ કેન્સર દાતંની નબળાઈ અકારણ દુ:ખાવો હોજરીનુ સંકોચન જેવી સમસ્યા સર્જે છે.

"વ્યસનની મજા,
જે તમને આપે મોતની સજા,
હસતો રમતો પરિવાર સારે
ચોધારી આંસુ,પોતાના માણસને
ખોવાનુ દુઃખ એ જ જાણે કે 
જેની પર વિતિ હોય"
વ્યસન દારૂ, વોડકાને વિસ્કિ,
ગાંજો ચરસ,સિગારેટ જેને 
લગાડ્યો ચસ્કો,પરંતુ જોતજોતા
મોતનો રસ્તો ખુલી ગયો,સપનાંને અરમાનો 
રહ્યા અધુરા ત્યાં આવ્યા યમના તેડા,
શુ કરવુ હતું પરિવારની શોભા હતી વ્યક્તિ,
પરંતુ આધારસ્તંભ જ ન રહે તો પરિવાર
ની શોભા વિખરાઈ જાય છે,વ્યસન નામક પિશાચે કેટલી સૂહાગણોના સિંદુર ભૂસ્યા છે તો કેટલીય માતાના લાડકવાયા છીનવ્યા છે,વ્યસનની મજા ન છીનવી લે 
તમારુ જીવન આ તકેદારી તમારા હાથમાં છે."

આવો સૌ ભેગા મળી આપણા સમાજ,ગામ,તાલુકા,જિલ્લા, રાજ્ય અને દેશને કરીએ નશામુક્ત...

✒️ *બાંહેધરી : હું શૈમી ઓઝા "લફ્ઝ"આપું છું કે આ મારી સ્વ રચિત અને અપ્રકાશિત રચના છે*


Comments

Popular Posts