કાવ્ય: પનઘટ

          


               પનઘટ...

તારા નામનો જ રંગ મને લાગ્યો,
બીજા સબંધની શી તથા?હુ જ્યાં જ્યાં જોવુ ત્યાં આપને નિરખુ...રંગ શુ જોવુ દુનિયાના બદલતા રંગ ખુબ જોયા છે...

એ પનઘટ ગવાહ છે જ્યાં તારી ધૂન હજીય ગૂંજારવ કરે છે,પનઘટ એ જ છે પરંતુ ઘટના ને પરિસ્થિતિએ આપણને પરિપક્વ બનાવ્યા છે.

નાદાનિયત ભરી મસ્તી તો ક્યાં ખોવાઈ ગઈ? ચાલને ફરી નાદાન બની પનઘટ પર બેસીએ...

હું પનિહારી તો તુ યાત્રી બનજે આપણી સફર આમ જ ચાલતી રહેશે,ઈશ્વર પાસે બસ એક જ વરદાન માંગીએ અધૂરી પ્રિત કદીય ન રહી જાય...

અધૂરી પ્રિત ભોંકાયેલા શૂળની જેમ દર્દ આપે છે...

પનઘટ પણ 'લફ્ઝ'ક્યાં ગઈ તારી હિંમત,ત્યારે એક જ જવાબ હોઠે આવે,જો પ્રેમ આમ જ પૂરો થતો હોત તો 16,000હજાર રાણીઓનો સ્વામી રાધા રાધા થોડી જપતો હોત...

પનઘટ સૂનો પડ્યો ને આ દિલ પણ,આ પ્રેમ પણ એવી વ્યક્તિ સાથે થાય છે કે ક્યારે આપણને મળવાની નથી,કેટલી વાતો શબ્દ કરતાં મૌનથી અભિવ્યક્ત થાય છે...

વનરાવન હજીય રાસના તાલે ગૂંજે છે,બધું એમ ને એમ જ છે.
આપની ગરજ આ દિલને ખપે છે...હું તને પરોક્ષ ન પામુ તો કંઈ નહીં તારો અહેસાસ જ કાફી છે...

    ©શૈમી ઓઝા "લફ્ઝ"


Comments

Popular Posts