ગૌરી વ્રત જયા પાર્વતી વ્રત
ગૌરીવ્રત/જયાપાર્વતી
"જય ગૌરી માતા,મનવાંછિત ફળ દાયિની,શિવપ્રિયા કરુ તમને વંદના,શ્વેત વસ્ત્રો શોભા તમારી, તપસ્વીની ચહેરો હૈયે છપાયો,
જય ગૌરી મંગલકારી,શિવગણ સેવક તમારા,ઝવેરા ઉગાડી આનંદ કરતાં,ઝવેરા નાના જોઈ ચિંતા થાતી તો મોટા શેર ચડતુ આ પણ મજા હતી,
નાગલાના હાર તમને ગમતાં નાની બાળા હૈયે હરખાતી,જો કોઈ કન્યા તમને ભજતી શક્તિરૂપે એને રક્ષતા,મનવાંછિત ફળ એને આપતાં,
જય ગજાનન ષડાનન માતા,તમારા આશીર્વાદથી મજા મજા મારે,
નાનપણનો દિવસ યાદ મને તમારા નામે ટકો ઉઘરાવી ફલાહાર કરતાં,ઉજાગરા અમે કરી હરખાતા,જોતજોતામાં વ્રતનુ ઉજવણુ આવ્યું તમારાથી વિયોગ થયો માતા,આ દિવસ ફરી આવતા જન્મે આવશે,તમારી યાદ મને બહુ સતાવતી,
આ દિવસો હજીય યાદ છે,નવા નવા કપડાં પહેરી મિત્રો સાથે સ્પર્ધા કરતાં
કોઈનો ઉપવાસ ભુલથીએ તૂટે તો હળવી ટિખળ કરતાં આ દિવસ મને હજીય યાદ છે,આ દિવસો પણ ચૂટકીમાં ચાલ્યા ગયા એની ખબર જ ન રહી..."
આ તો બાળપણ હતું યુવાનીને જીવનની વસંત કહેવાય છે.ટાઢા હેમથી સાથે ગરમીમાં પણ શેકાવવુ પડે છે...યુવાનીના પડાવે ઘણું શીખવ્યું,અનુભવો અને પરિસ્થિતિ જે બે અજરાઅમર શિક્ષક છે....જેના જેવો શિક્ષક બીજો મળવો મુશ્કેલ છે.
આ વ્રત અષાઢ સુદ અગિયારસના દિવસે થાય છે.પ્રભુ નારાયણ નો નિંદ્રાનો સમય છે.માતા પાર્વતીના મંદિરે નાની બાલિકાનો મેળાવડો જામ્યો હશે,કુંવારી કન્યા ને મનવાંછિત વરની નહીં માતા શક્તિની જરૂર છે,મન વાંછિત વર આ બધી કલ્પનાથી બહાર આવી સ્ત્રીઓ એ દુર્ગા કાલી બનવાની જરૂર છે.પોતાના રક્ષણ માટે જાતે જ સક્ષમ રહેવું રહ્યું,
અત્યારે સમય બદલાઈ રહ્યો છે.આપણે જ્યારે જોઈએ ત્યાં સ્ત્રીઓ સાથે રેપને જેહાદના સમાચાર બહુ આવે છે.આ બહુ ખેદજનક સમાચાર છે.આ પરિસ્થિતિમાં હિંમત રાખવાની જરૂર છે છોકરીને કમને કે જોર જબરજસ્તીથી લગ્ન કરાવીને હાશ કરવી આ જાણે અજાણે જવાબદારીથી હાથ ખંખેરી ઉભા થવા જેવી બાબત છે.
મને તો એ નથી સમજાતુ કે ભારતમાં દરેક માતા પિતાની એક જ વિચારસરણી છે કે મારી છોકરીને રાજકુમાર મળે પરંતુ કોઈ માતા પિતા એવું કેમ નથી ઈચ્છતા કે એની દિકરી આપ કર્મી બને નહીં કે કોઈની દયા પર જીવનાર બિચારી.દરેક કન્યાઓ નુ નસીબ ક્યારે જાગે જો પોતાના કરિયર ને ધ્યેય પર મંડાઈ રહે તો,આ રાજકુમાર ને પતિનુ આગમન આ બધા વ્હેમ થી પોતાની જાતને સંકેલવાની જરૂર છે...મહેનત કરી આગળ વધો ને સફળતા મેળવો આ જીવનસુત્રની જરૂર છે...
કેમકે દિકરી ઘણીવાર સેનેટરી પેડના પૈસા પતિ પાસે માંગવા પડે આનાથી દયાજનક પરિસ્થિતિ બીજી કઈ હોઈ શકે?
આ સમય સ્પર્ધાત્મક છે જમાનો બદલાયો મોઘવારીનો બોમ્બ સૌને પીડે છે...એક કમાયને ત્રણ ખાય તો ઘરે તારાજી સર્જાય...માટે પતિપત્ની બેઉ કમાય તો ઘરમાં સારુ રહે એક વ્યક્તિના મગજ પર જે ભારણ હોય તે ઓછું રહે તો એની અસર લગ્ન જીવન પર પણ પડશે,સબંધો પર પણ પડશે..
આ વાત માતા પિતા સમજશે તો કન્યાની સંઘર્ષ સફર સફળતા આંબશે...
સફળ માણસ દરેકને ગમે છે પરંતુ સફળતામાં યોગદાન આપવું કોઈને પણ પોષાતુ નથી.પરંતુ ઉદાહરણ તો સફળ માણસોના અપાય છે આ શુ ડબલ ઢોલક વગાડવામાં આવે છે?
પરંતુ દેખાદેખીથી સમાજ ગાડરિયો પ્રવાહ નથી બની ગયો આપણો?
આજકાલની સ્ત્રીઓએ સ્વયંસિધ્ધા બનવાની જરૂર છે.ન કે નસીબના ભરોસે મનવાંછિત રાજકુમારના શરણે જવાની?દરેક સબંધોની ચોક્કસ આયુ હોય છે...પરંતુ આ વાત સાચી કોઈ જ સમજાવતુ નથી.પછી જો કંઈ અનહોની દિકરી સાથે બને તો સમાજની ઝુઠી ઈજ્જત અને નસીબની દૂહાઈ આપીને ગેરમાર્ગે વાળવામાં આવે...આ શુ રીત છે?દરેક જગ્યાએ એક જ વ્યક્તિના સપનાં શુ કામ બલી ચડે?
માતા ગૌરીના વ્રત તમને સંઘર્ષ કરવા માટે શક્તિ મળી રહે એ માટે કરવાની જરૂર છે,તમને પરિસ્થિતિ સામે હથિયાર હેઠળ મૂકવા નહીં પરંતુ પરિસ્થિતિમાં હથિયાર ઉપાડવા હિંમત આપે એ માટે કરવાની જરૂર છે...
માતા તમને મજબૂત બનવા હિંમત આપે એ માટે વ્રત કરવુ જોઈએ, શક્તિ ને બુદ્ધિ ની જરૂર દરેકને દરેક ક્ષેત્રે પડે છે...
તો માતા ગૌરીને એક જ પ્રાર્થના કરીએ કે સંકટ આપે તો તેને કાપવા માટે તલવાર પણ આપે,દરેક કન્યા આત્મનિર્ભર બને પરાવલંબી નહીં,મા ગૌરી તમે જેવી તપસ્યા કરી એવી માતાશ્રી અમે તો ન કરી શકીએ પરંતુ મંજિલ સુધી પહોંચી શકીએ આવનાર પેઢીનુ ઘડતર કરીને સમાજમાં નાગરિક બનાવી શકીએ એવી હામ ભરજો માતા...તમે તો જગતમાતા શક્તિનો સંચાર છો દિવ્ય ચહેરોને આભા છલકે આંખે હંમેશા અમી વરસે...પરંતુ એવું સમાજને આપીએ જેનાથી થયેલા પાપોનુ પ્રાશ્ચિત થાય... ખમ્મા ઘણી તમને શિવના શક્તિ...જગતંબા તમારા આશિર્વાદ આ કન્યા પર સદાય રાખજો...
"જય ગૌરી,જય પાર્વતી નામની ચાસણી હૈયે વળગી
ગઈ કંઈ સૂઝે નહીં,દુજા નામ,જે સ્વરૂપે ભજીએ તે સ્વરૂપે વારે ભક્તોના આવતી, શરણે લેતી માવડી પ્રેમમાં ન કોઈ ભેદ રાખતી,ગરીબ તરંવર સૌ સમાન
તમારે દ્વાર પ્રેમ તારો અખૂટ સંસાધન ન ખૂટે કદીય,ઉદાસ મૂખે ભક્તો આવે હર્ષ સાથે પરત જાય...આ તો માનો મહિમા મોટો..."
સૌ પર માતા અમી દ્રષ્ટિ રાખજો...જય ગૌરી માતા દરેક કન્યા બિચારી નહીં પરંતુ તમારો જ અંશ હોય તેમ મજબૂત બને તન મન ધન હ્રદયથી... ત્યારે ગૌરીવ્રત ખરા અર્થે સાર્થક થયું ગણાય....
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment