ગુરુપૂર્ણિમા નિમિત્તે...


ગુરુપૂર્ણિમા નિમિત્તે...

ગુરુની વંદનાનો દિવસ છે,
પરંતુ એક દિવસ શાને મારે મન તો આજીવન ગુરુપૂર્ણિમા,
ગુરુ કોરી સ્લેટ સમા વિદ્યાર્થીમા
જ્ઞાન ની ગંગા વહાવે,માટે તો ગુરુ પરબ્રહ્મ,સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ આ સુત્ર આ સમયે નકામુ નિવડે...વિદ્યાર્થીઓ છે જ સજાગ કે શિક્ષકને ઓછી મહેનત પડે,જેને જીવનની રાહ બતાવી,ભાગ્યને જડમૂળથી બદલ્યું,જેને મને ધૂળથી ઉઠાવી લોક દિલે અલગ તારવી એવા
મારા માતા પિતા સમાન શુ માતા પિતા જ શિવ પાર્વતી ને કેમ વિસરાય જ્યાં ભુલ થઈ ત્યાં સોટી પણ મારી હશે પરંતુ અવાજ આવ્યો નહીં હોય...કેમકે તમારી લાઠી કહેવાય છે કે કોથળામાં પાંચશેરી સમાન છે,પહેલાં તો મને માઠું લાગ્યું પરંતુ દુનિયા ના ડબલ ચહેરા ને બદલાતા સબંધોની ગતિને સબંધોની લોક જરૂરિયાત  અનુસાર બદલાતી ગણતરી જોઈ...
પરંતુ આ દુનિયાની સ્પર્ધામાં મારે ટકવા માટે આ તમારી મમતા હતી, જે મને હવે સમજાય છે...

 દુનિયા સામે ટકવા મજબૂત બનાવી એમની ચરણવંદના શાને વિસરાય...મારુ ભાગ્ય જેમને જડમૂળથી બદલ્યું પરિસ્થિતિ સામે ઝઝુમી સફળતા તરફનો રાહ બતાવ્યો,સમાજમાં એક સ્થાન અપાવ્યું એવા ગુરુને સતસત નમન તમારા આશીર્વાદ થી મંદબુદ્ધિ પણ બુદ્ધિમત્તા બને...એવી તમારી માયા...
ચાલાક લોકોની ચાલાકી પણ ક્યાંય ભાગી જાય ને સ્વાર્થી ઓનો સ્વાર્થ પકડવાની સમજ મને આપે આપી...પોતાના કાર્યમાં સતત મગ્ન રહેવું આ આપના વચનો છે...એને અનુસરી દુનિયાથી પોતાની જાતને સંકેલીને ચાલી રહી છું...
આપ અને માતા દરેક જન્મે મારુ ગુરુપદ સ્વીકારજો આ દાસની અરજ સ્વીકારજો....




શૈમી ઓઝા "લફઝ"





Comments

Popular Posts