લેખ: વાદળીઓના તોફાનો
*કલરવ ગુજરાતી સાહિત્ય ગૃપ*
*સ્પર્ધા નં:- ૯૩*
*વિષય:- પહેલો વરસાદ..*
*વિભાગ:-*લેખ
*પ્રકાર:-*સંસ્મરણો...
*શીર્ષક:*વાદવડીના મીઠા તોફાનો...
"વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા,હાથ કેરા કંગન વોર્યા ને હાહરિયા રાહ જોઈ બેઠા, વીરા જલ્દી આવ હરખના તે કંઈ તેડા આવ્યા.."
એક નાયિકા કહે છે,વાદલડી તો વરસી પણ જેના નામના કંગન પહેર્યા એતો મધદરિયા પાર છે વ્હાલા..હાહરિયા આવ્યા તેમના પ્રતિનિધિ બનીને આવ્યા છે વીરા કર ઝપાટો મારે તો તેડા આવ્યા પણ એમની ગરજ તો મને સારસે...હરખ તો એવો કે શણગાર તો ખરીદ્યા મેં હોશે જેને બતાવવાના છે એ તો મધદરિયે બેઠા છે...આવો હરખ કોને હોય...?
વરસાદ આવે છે ને ચોતરફ હરિયાળી છવાઈ જાય છે.બાળકોને તો સ્કુલ જાવુ ગમે તો કોઈ વાર રજા પાડવા મળે ને વરસાદનો મૂડ હોય ને સ્કૂલમાં બેસી રહેવું ગમે નહીં... ત્યારે વરસાદ તો માનો ભાઈબંધ બાળકોનો...
બાળકો તો એ છબછબિયાં કરે મને હજીય યાદ છે નાનપણમા ખેતરે જવાનું ને ભાતુ લઈ જાનાર ભથવારીના મધૂર લ્હેકાને કમર લચકાવતી ચાલ ને એજ ભાથુ માંથી આવતી મધૂર સુગંધ હજીય તાજી છે.ગામમાં ખેતરે જાઈ હળોતરા કરવાથી લઈને ખેતરમાં જાવું હજીય દિવસો તાજા છે.
તો તો દેડકાભાઈ અને જરોઈની તો માનો સિઝન આવી બધી જગ્યાએ એમના નૃત્ય જોવા મળે...ભીનીમાટીની સુગંધ અને મોરલારાણાની નૃત્યકલા હજીય મગજમાં ચાળા કરે છે.ગરમાગરમ ભજીયા તો વરસાદની ઋતુમાં કેમ ભૂલાય કારેલાં પણ તો ઔષધ તરીકે વપરાય...તહેવારો પણ તો આ જ મૌસમમાં આવે છે...
અક્ષના પ્રેમ સંવાદ હજીય કાનને ઘેલા કરે પ્રિયતમા અક્ષીણીને કેન્દ્રમાં રાખી રચેલા ને કવિ કાલીદાસે તો મેઘદૂત રચી દીધું...
એક નવયૌવના ના સાસરીવાળા હગપણ નક્કી કરવા આવ્યા છે તો એના વ્હાલમને શોધી રહી છે પરંતુ એકાએક મીઠડો મોરલો ટહુકાર કરતાં અમથી શરમાઈ જાય ને ચહેરો ખીલી ઉઠે ને માનો સોળેકલાએ ચહેરો ખીલી ઉઠે...વરસાદી મૌસમ સૌદર્યની ઋતુ છે... શૃંગાર રસ તો વર્ષાઋતુમાં મુખ્ય ગણાય છે.
"તમને જોયા ને દાયકા વિતિ ગયા,હુ તો ઘેલી વર્ષા ને પણ સંદેશો મોકલુ તપ કર્યા ને આખા ચોખે ગૌરી શિવ પુજ્યા,ને દિ નજીક આવ્યા મિલનના ને એકાએક આમ મીઠડો ઝુરાપો...આવી મીઠડી સજા ને ને દિલમાં તારી ધૂન આતે કેવા રણશિંકા વાગે ને મન હ્રદયે રચાય પ્રેમયુધ્ધ..."
આ વર્ષારાણી બે દિલોને મિલાવે ને પ્રેમની ઝંખના પૂરી કરવામાં મદદરૂપ કળી બને તો દિલને વિરહે દઝાડતી...આ રહી યાદોની વાર્તા...
આપણો દેશ ખેતી પ્રધાન છે.ખેતી વરસાદ આધારિત છે.વરસાદ એ તો આજીવિકા પૂરી પાડે...પશુપાલન હોય કે પછી સજીવોનુ અસ્તિત્વ ટકાવવા વરસાદ પાલનકર્તા હરીની ભૂમિકા નિભાવે તો કોઈવાર સંહારક દેવ પણ...જેવું વરસાદનુ સ્વરૂપ...
વરસાદનો માહોલ તો કોઈ વાર ગંદકી વધતા રોગચાળો પણ ફેલાવે છે...માટે કહેવાય છે કે "પહેલુ સુખ તે જાતે નર્યા."
શૈમી ઓઝા "લફ્ઝ"
બાંહેધરી: સ્વરચિત હોવાથી ખાતરી આપું છું...
Comments
Post a Comment