કાવ્ય: પ્રભાત

*કવિમંચ સાહિત્ય પરિવાર*
*શબ્દ સંધાન પદ્ય સ્પર્ધા*
*શબ્દ - પ્રભાત*
*નામ-*શૈમી ઓઝા "લફ્ઝ"
*રચના-*

પ્રભાત ખીલી છે,કંઈક અરમાનો  
સાથે,જીવનનો અજવાશ ઝંખ્યો 
છે,
પ્રભાત ઉગે ને નિત નવી પડોજણ આવે,
કંઈક શીખવી જાય,
સવારે કૂકડાનો ટહૂકારો,
લોલક સમી ઘડિયાળ બની જાય,

   મંદિરનો ટંકારવ જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે,
ચોતરફ પ્રસરાયેલી ઠંડક નયનને ઠારે,ભાગદોડની કટોકટીમાં પ્રભાત વંદના સંજીવની બને...

ફૂલોની સુગંધ સાથે સુર્યનો કૂણો તડકો જે સ્વાસ્થ્યને ગુણકારી હોય..

સૌ કોઈ ઊગતા સુરજને વંદન કરે અર્ધ આપી કામ શરૂ કરાય,
નવી સવાર જીવનમાં નવી આશ સાથે આવે...
જીવનમાં નવો વળાંક ઘણું શીખવી જાય,જે શાળા મહાશાળામાં ન શીખી શકાય..







Comments