પ્રિય મિત્ર કાનાના ચરણમાં એક અરજ...મણીપુરમા બનેલો બનાવની એક ઝલક...
પ્રિય મિત્ર કાનાના ચરણમાં એક અરજ...મણીપુરમા બનેલો બનાવની એક ઝલક...
આપણા સબંધો તો જન્મો જન્મના છે,તો પડદો શુ કામ? એક મિત્ર બીજા મિત્ર થી પડદો કરે આ તે કેવી દુવિધા, પ્રેમ તુ હોય ને તો જોગણ બનવું પણ ગમશે,સોળહજાર રાણીઓ સંગ રાધા એ મારી સહેલી ઓ પ્રિય,તારી એક મીઠી નજર મારી ઉપર પણ પડી જાય, આ જન્મારો મારો હેમખેમ પાર થઈ જાય,જગતના ઝેર પાન કરવા તારે કષ્ટ નહીં કરવુ પડે એ તો મને વારસામાં મળ્યું છે પિતા શિવ પાસેથી...આપણો જન્મોજન્મ નો કરાર અને નિસ્વાર્થ દોસ્તી મંજૂર છે.મને દ્રોપદી અને સુદામા બનતા હજી વાર લાગશે,રાધાને રૂકમણી જેવા ભાગ્ય ક્યા છે મારા?મીરા જેવી ભક્તિ કેળવાતા વાર લાગશે,પણ એટલી ય નહીં પ્રિય,ભક્તિના રંગે રંગાવુ ગમશે તને દિવાસ્વપ્ને શોધવો ગમશે મને...તારી સહાય પણ યાદ છે રૂકમણી નો પૂકારે તુ દોડી દોડી ગયેલો,જીવનસંગીની નુ સુખ આપ્યું, દ્રોપદી ના ચીર પૂરાયેલા પરંતુ અત્યારે તો કાનુ હરતા ફરતા મંદિર સમાન શરીર ના ચિથરા ઉડે છે એનું શું મણીપુરમા સ્ત્રીઓ ને નગ્ન અવસ્થામાં દોડાઈ ત્યારે તુ ક્યાં હતો...સખા આવી આશા ન હોય મને લીલાઓ લીલાની રીતે પરંતુ આ સ્ત્રીઓની ઈજ્જત નું શુ એમના સૂહાગ પણ છિનવાઈ ગયા સખા,આવો ન્યાય કદી ન કરતાં કોઈ સાથે,એક સ્ત્રી તરીકે વિચારુ તો શરીર કંપી ઉઠે છે,પરંતુ જેની સાથે આ બન્યું હશે એની માનસિક દશા તુ જ જાણે વ્હાલુડા,
કોઈ મદદ માટે આગળ ન આવ્યું મનાય છે કે દુનિયા મતલબી અને જાલીમ છે,પરંતુ તુ તો આખાય જગનો રક્ષક, પાલક હરી વિષ્ણુનો અંશ છે.તો તુ ક્યા હતો?તારા માટે તો આવા નરપિશાચોને મસળી દેવા ચૂટકીનુ કામ છે પરંતુ આ બહેનો કેમ તને દવાલી હતી કે?આંખ આડા કાન તુ કરે એ તો મનેય ન ગમ્યું સખા,ઈજ્જત સ્ત્રીનું ઘરેણું છે એવું કે એકવાર ઉતરી જાય પછી એ એના જીવનસાથી કે પરિવાર કે કુટુંબ સામે નજર નથી મેળવી શકતી, દ્રોપદી ની સાથે બનેલું તો આ બનાવ સામે અડધું પણ ન કહેવાય સખા...ઘોર કળિયૂગ જોતજોતા ચરણસીમાએ પહોંચી રહ્યો છે.વ્હાલુ જલ્દી કલ્કી બનીને આવ,તારા નવા અવતારને મળવા નયનો અધિરા છે...દ્વાપરયુગમાં તો રહેલા દૃષ્ટો માયાવી હતા સખા પરંતુ કલીયુગના દ્રુષ્ટો કરતા ઘણા સારા હતા,આ તો હસ્તિનાપુર ની સભા કરતાંય વધુ હ્રદયધાતક દ્રશ્ય સર્જાયું, ધૂળ પડે એ લોકોને એ વિડિયો ઉતારી રહેલા પરંતુ સ્ત્રીઓ ને મદદ માટે આગળ ન આવ્યું પરંતુ સખા તુ ગરીબનો નથી અમીરનો નથી લાચારનો નથી તો તુ છે કોનો...?તારો ન્યાય અને સજા અવાજ વગરની છે તો આ દુર્યોધન અને દુ:શાસનને શુ સજા આપીશ આ તો જેલમાં સજા ભોગવી અથવા તો પૈસા ખવડાવી કેસ રફેદફે કરાવવશે એટલે આ પ્રકરણ બંધ ફરી આવો જ બનાવ આવશે ને ફરી લોકો રોઈધોઈ જૈસે થે...આ બહેનોની ગયેલી ઈજ્જત અને મરેલા પતિઓને પરત આપી શકીશ સખા...તો અધિક માસના દિવસે મને આ વરદાન તુ આપ વ્હાલા સ્ત્રી કોઈ પણ જાતીની હોય એ શક્તિ સ્વરૂપિણી છે,જગતંબા છે...તે પણ ગોપીઓ સાથે શરારત કરી હતી એમને સબક શીખવવા પરંતુ આ બહેનોનુ કોણ?તારો ન્યાય સાચો કરજે ને આ દાનવોનો સંહાર કરજે,તને આપણી દોસ્તી ની આણ છે...કાન્હા...કેમકે નેતાઓ તો કુંભકરણ બન્યા છે.તેઓનુ ધ્યાન બસ તથ્ય પટેલમા અટવાયુ છે ખબર નહીં કેમ ખબર નહીં શુ જાદુ કર્યો છે એ રાક્ષસે જીવ લેનારો નર પિશાચ છે.પરંતુ આ બહેનોનો કોઈ ભલે ન હોય તુ થજે...આ અદાલત પૈસા ની ભૂખી છે પરંતુ તારી અદાલત તો મજબૂત છે ને વ્હાલા ન્યાય તુ ન્યાય કરી યોગ્ય સબક આપજે આ પિશાચોને કે એમની પેઢીઓ સુધી આનો નાદ પડતો રહે...એક અરજ છે મિત્ર તને અધિક માસે જે મને તારા તરફથી મળેલી ફ્રેન્ડશીપ ડેની અમુલ્ય ભેટ કહેવાશે...
તને સ્વપ્નમાં શોધતી તારી મિત્ર...
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment