એક યાદગાર તસ્વીર...

*વિષય:-* *ફોટો , છબી, તસ્વીર*

*વિભાગ:-*પદ્ય
*શીર્ષક:-*એક યાદગાર તસ્વીર...
*સ્પર્ધકનું નામ:-*શૈમી ઓઝા "લફ્ઝ"

એક તસ્વીર જે ભુતકાળ તરફ પગરવ મંડાવે...

મનના રહસ્યોને છતાં કરી દે એક તસ્વીર,

એક તસ્વીર કોઈવાર સૌમ્યતાની ઝલક દેખાડે તો કોઈવાર રોદ્રતા તો કોઈવાર કાચના ટૂકડા સમુ તૂટેલા દિલથી પરિચિત કરાવે...એક તસ્વીર કોઈવાર મનોરંજન ને હાસ્ય નુ કારણ બની જાય નવરસોની પ્રતિતિ કરાવે એક તસ્વીર,કોઈ વાર બે દિલોને જોડતી તો કોઈવાર તસ્વીરથી આંખે આંસુડાની ધાર વરસે એક તસ્વીર જે અકબંધ પુરાવો હોય આપણી સિધ્ધિ નો તો કોઈ જીવવાની વજહ બની જાય, સમય ને ઘટનાક્રમ બદલાઈ જાતા રહે પરંતુ તસ્વીરની પરિભાષા પણ બદલાતી રહે...

પરંતુ સેલ્ફીના જમાનામાં તસ્વીર શુદ્ધી માટે ફિલ્ટર વપરાય છે...કાશ આમ જ મનની શુદ્ધી માટે ફિલ્ટર શોધાઈ જાય તો વિશ્વ પરિવાર ની ભાવના હૈયે ગૂંજારવ કરે...

પ્રાણીઓ સમાન ચહેરો બનાવી પિક પાડવા ને ચહેરે રુવાડા આવે તો થ્રિડિંગ કરાવવા પાર્લરના ચક્કર મારવા આનાથી
વધુ મજાના દ્રશ્યો બીજા તે કંઈ હોઈ શકે ભલા...

સ્વરચિત રચના છે મારી એની બાંહેધરી આપુ છું...



Comments