કાવ્ય:પ્રવાસી મુસાફર


*કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ*
*સ્પર્ધા નં.૯૪
*તારીખ:-*19/7/23
*વિષય:- પ્રવાસી, મુસાફર
*વિભાગ:-*પદ્ય વિભાગ..
*શીર્ષક:-*મૃત્યુ પછીની સફર...
*સ્પર્ધકનું નામ:-* શૈમી ઓઝા "લફ્ઝ"

પ્રવાસ શરૂ થયો ને ઈશ્વરનો પયગામ આવ્યો,ટિકિટની
તારીખ ગઈ,પણ આ સફર તો
નવી ટિકિટ આધારે શરૂ થઈ,
કર્મોરૂપી ભાથાએ સફરનુ પ્રમાણ આપ્યું,
નથી કપડાં કે નથી મેકઅપ તો શુ થયું,સફેદ કફન આપણો પહેરવેશ,
વહાન સાથે નથી તો શુ ફેર પડે 
એજ ચાર નનામીને ચાર ડાઘુઓ 
આપણા વહાન ચાલક કર્મ ને આધિન શરૂ થઈ યાત્રા,
અગ્નિ સંસ્કાર એક જ માધ્યમ છે,જે જૂના કપડાંને તેના તાપમાં લીન કરી નવા કપડા માટે તૈયાર કરશે,

ન કોઈ ચોક્કસ સરનામું પરંતુ જીવનનો અહેવાલ,

નક્કી કરે તમારી યાત્રા વૈતરણી નદી પાર તમે કેમ કરો છો,
રસ્તા તો બ્રોડગેજ ને નેરોગેજ નહીં હોય, કર્મ સારા હશે તો રાહ પણ મજાની હશે...

બીન સાથીની યાત્રા કેમ કપાય છે? સાથી જોઈએ તો કર્મને બનાવજો,એનાથી બીજા સાથી મોહમાયા છે,

યમદૂતોએ આપણા પોલીસ,
કર્મ આધિન તમારી સાથે વર્તશે,
કર્મ તમારા સંજીવની છે,એનો
સદુપયોગ કરી જાણો,મૃત્યુ પછી ની સફર બહુ અઘરી છે,મજબૂત બની સૌ ચાલો,પાપ પુણ્ય ને આધિન નવી ટિકિટ મળશે,ન કોઈ પરીક્ષા ન કોઈ પ્રતિયોગિતા,
પગ ખેંચવાનો કોઈ સવાલ નથી,

જેટલું જીવ્યા એટલું મજાથી જીવો,મૃત્યુ પછીની સફર હશે
વસમી જે ન દીઠી ન જાણી મનવા,ચેતી ચાલો રે,નિતિથી ચાલો રે....


સ્વ રચિત રચનાની બાંહેધરી આપું છું.

Comments