કાવ્ય: ઋતુઓની રાણી વર્ષાનુ આગમન....
ઋતુઓની રાણી વર્ષાનુ આગમન....
ઋતુઓની રાણી ધરા સજી દુલ્હન સમી,
ચોતરફ વિજ ચમકારને કડાકા,
દેડકાભાઈને જરોઈના દિ કંઈ આવ્યા છે.
ખેડૂત ભાઈની માતા સમાન વર્ષાઋતુ કંઈ આવી છે,
જે ખેડુભાઈઓની આજીવિકા,
મોરલા રાણાની થૈ થૈ, બાળકોના છબછબિયાં,
જે બાળપણ યાદ અપાવે,
ગરમાગરમ ભજીયાંની લહેજત,
વર્ષાઋતુનો આનંદ વધારે,
ભીની માટીની સુગંધ ને
ચોતરફ હરિયાળી સંગ મેઘરાજા વરસે,
ને વૃદ્ધ યુવાનોને બાળપણમાં સફર કરાવે
અરે, વરસાદ તન ભિંજવે તો પ્રેમની વર્ષા તનમન બેઉ ભિંજવે,
લાગણીઓનો વરસાદ તો ગ્રિષ્મઋતુએ પણ પલાળી દે,
યાદોની મૌસમને તારા ને મારા દિલને જોડતો પાસવર્ડ,
તો એજ ઝરમર વરસાદ,
યાદોની એક ડાયરી એ મારી વર્ષાઋતુ,બળદ તો ઘૂઘરમાળે શોભે,
ભથવારીના ભાતની સુગંધ હજીય નાકે એમ જ અકબંધ છે,
મહેનત ની મોસમને પ્રેમની મૌસમ એ છે ઋતુ વર્ષારાણી.
શૈમી ઓઝા "લફ્ઝ"
Comments
Post a Comment