અવસર...



*કવિ મંચ સાહિત્ય પરિવાર*
*શબ્દ સંધાન*
*નામ - *શૈમી ઓઝા "લફ્ઝ"*
*વિષય.અવસર*
*પ્રકાર:-અછાંદસ કાવ્ય...*
*શીર્ષક:-*

વર્ષાના આગમન નિહાળવા
સૌ દેવો આવ્યા, મનોમન
હર્ષોલ્લાસ સાથે અવિસ્મરણીય અવસર નિહાળવા,

અષાઢી બીજથી દિવાળી
સૂધીના તહેવારોની રેલમછેલ
માણવાનો અવસર કેમ ચૂકાય..

અવસર સૃષ્ટિના સર્જનનો
કુષ્માંડા દેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલ ધરા જે ગ્રિષ્મ કાળે
ઉષ્ણતા પાથરી બેઠી હો,
સૂરજદાદા તાંડવ કરતા હો,
વર્ષારાણીના આગમને ધરાને
લીલા પોષક પહેરાવી ફોરમથી 
મહેંકાવી આ અવસર
માટે ખેડુભાઈઓના નયનો તરસ્યા જેમ ચકોર પંખી ચંદ્ર નિહાળે,ગણતરીની ઘડીએ,
વાદળના ગણગણાટ,વીજના ચમકારે, આવ્યા વર્ષારાણી
આ અવસર નિહાળવાનો લ્હાવો આનંદમય છે,
મન કહી ઉઠે સખી આજ આનંદ મારે આંગણે રે લોલ..

અદભુત અવસરના નિર્માતા કુદરતના તોલે કોઈ ન આવે 
ન થાય એના મોલ,આજનો આનંદ હૈયે છપાયો...


*બાંહેધરી - આ મારી મૌલિક કાવ્ય છે*

Comments

Popular Posts