દેશ કાવ્ય

*🌈ચાલો સાહિત્યનાં પંથે સાહિત્ય પરિવાર📋*
*સર્જન નંબર:- 32*
*વિષય:- દેશભક્તિ ગીત/ વાર્તા*
નામ:-શૈમી ઓઝા
ઉપનામ:- "લફ્ઝ"
વિભાગ:- પદ્ય
પ્રકાર:-અછાંદસ
શીર્ષક:-દેશ

રચના....

ધન્ય... ધન્ય... છે ધરા...
વંદનની ધરા છે,અન્ન પાણી
ગ્રહી જીવન અમારા સુધાર્યા છે,

સૌ દેશવાસી અમે બાળ છીએ,
સેવા તારી કરી ફરજ સૌ બજાવતા,એકતા,ફરજોને હકો
બંધારણનુ હૈયું,સૌ વચ્ચે પ્રેમ એકતા રહે તે છે મહેચ્છા,
આ ધરાને તિલક કરો જે મધૂર
પ્રસાદ...
જે ત્યાગ બલિદાન કરે જાન,
એ વ્હાલા તમારા 
ધન્ય છે આ ધરા વંદનની ભૂમિ છે,દેશના સૈનિકો છે જે દેશના રક્ષક
દુશ્મનોના છે ઘાતક,દેશને કાજે
શહાદત જે વોરે એને શરણે રાખી માતા વાત્સલ્યનો છાયો આપે,
માતા ભારત તુ સંતાનોને એક સમાન જોતી જરૂરિયાત પોષવામા ભેદ નવ કરતી,

જે કરે તને વંદન,
એના કરતાં કામ કરે તે પ્યારુ,
દેશની ધરા ઘણી ખમ્મા,
વીર સંતાનોની બલિહારી,
રામ,કૃષ્ણ શિવાજી,મહારાણા,
નરસૈંયા,મીરાં, નાનકની જન્મદાત્રી,આ ધારા રહી છે,
રામાયણ થી દેશ આઝાદી લડતની આપે ગવાહી,

ભારતની ભૂમિ એ જન્મેલા નરબંકાઓને ધન્યવાદ છે...
આ પાવનધરાને વંદન કરીએ
એટલા ઓછા છે,દેશનો તિરંગો
જે છે શાન,એનું ન ઘટે માન,
એ ફરજ છે દેશવાસીઓની
આ વાત નવ વિસરાય...

સૌને સમાન ભાવે રાખી,
ભેદભાવ ન કરતી તારા જેવી 
માતા જ દૂજી હોય કોઇ...

નામ:-શૈમી ઓઝા "લફ્ઝ"

સ્વ રચિત રચનાની બાહેધરી આપું છું...

Comments

Popular Posts